ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાલકશાપીર રેલવે ફાટક બંધ કરવાની સૂચનાને લઈને સ્થાનિકોએ કર્યો વિરોધ - પાટણમાં રેલવે ફાટક

પાટણના ખાલકશાપીર વિસ્તાર રેલવે ફાટકને લઈને સ્થાનિકોએ (railway gate Protest in Patan) તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. રેલવે વિભાગ દ્વારા રેલવે ફાટક બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, ફાટક બંધ થવાથી સર્જાતી મુશ્કેલીઓને લઈને સ્થાનિકોએ નિર્ણયનો ભારે વિરોધ કર્યો હતો. (Khalaksha pir railway gate)

ખાલકશાપીર રેલવે ફાટક બંધ કરવાની સૂચનાને લઈને સ્થાનિકો કર્યો વિરોધ
ખાલકશાપીર રેલવે ફાટક બંધ કરવાની સૂચનાને લઈને સ્થાનિકો કર્યો વિરોધ

By

Published : Dec 14, 2022, 10:23 PM IST

ખાલકશાપીર રેલવે ફાટક બંધ કરવાની હિલચાલ સામે જનઆક્રોશ

પાટણ : ખાલકશાપીર વિસ્તારમાંથી પસાર થતી રેલવે ફાટક રેલવે વિભાગ દ્વારા બંધ (Khalaksha pir railway gate) કરવાની સૂચના સ્થાનિક રહીશોને આપવામાં આવતા જ રહીશો ભારે રોષે ભરાયા છે. રેલવે ફાટક બંધ થવાની વાતને લઇને મોટી સંખ્યામાં સ્થાનિકો રેલવે ફાટક પર પહોંચીને ફાટક બંધ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો. તેમજ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ફાટક ચાલુ રાખવાની માંગ કરી છે. (railway gate Protest in Patan)

શું છે સમગ્ર મામલો પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ખાલકશાપીરથી સુજનીપુરને જોડતા માર્ગ પર સોસાયટીઓ સહિત અન્ય રહેણાંક મકાનો ઘણા વર્ષોથી વસવાટ કરે છે. આશરે 10 વર્ષના સમયગાળામાં ખાલકશાપીર વિસ્તારમાં 7 જેટર્લી સોસાયટીઓ આવેલી છે. જેમાં 500થી વધુ મકાનોમાં આશરે 7 હજાર જેટલા પરિવારો વસવાટ કરે છે. દિવસ દરમિયાન ખાલકશાપીર નજીકથી પસાર થતી કાંસા ભીલડી બ્રોડગેજ રેલવે લાઇન ફાટક પરથી નાના મોટા વાહનો સહિત આસપાસના સ્થાનિક રહીશોની સતત અવરજવર રહેતી હોય છે. (Locals protest over railway gate in Patan)

આ પણ વાંચોરેલવે સ્ટેશન પર યુવતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ, જૂઓ વિડીયો

ફાટક બંધ કરવાની સૂચના આ રેલવે લાઇન પર એક્સપ્રેસ મેઈલ ટ્રેનો સહિત ગુડઝ ટ્રેનોની અવરજવર વધી છે. જેને કારણે (Railway Gate in Patan) અકસ્માતોનું નિવારણને લઈ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ખાલકશાપીરના માર્ગ પર આવેલીફાટક બંધ કરવાની રહીશોને મૌખિક સૂચનાઓ આપવામાં આવતા વિસ્તારના લોકોમાં ભારે વિરોધ ઉભો થયો છે. જેને લઇ ખાલકશાપીર ફાટક પર 500થી વધુ લોકોએ એકત્રિત થઇ ફાટક બંધ ન કરવા માટે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. (Khalaksha pir Railway Line)

આ પણ વાંચોઉદવાડા ફાટક નજીક જ્વલનશીલ કેમિકલ લઈ જતી ટેન્કરમાં આગ લાગતા અફરાતફરી મચી

શા માટે વિરોધ કર્યો આ મુદ્દે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, જો આ ફાટક બંધ થઇ જાય તો અહીંના લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. જેમકે અવરજવર માટે રસ્તો બંધ થઇ જશે. વિદ્યાર્થીઓ તેમજ આસપાસની સોસાયટીઓ અને અન્ય રહીશોને વાહનો લઇ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. એટલું જ નહીં કોઇ કારણસર ઇમરજન્સી બીમાર માણસને લઇ જવા માટે 108 કેવી રીતે આવશે ? તેવા અનેક સવાલોથી આ વિસ્તારના લોકો તંત્ર સામે લડાયક મૂડમાં આવ્યા છે. આ અંગે આ વિસ્તારની મહિલાઓ સહિત આગેવાનોએ આ રેલવે ફાટક બંધ કરવામાં આવશે. તો આગામી સમયમાં ભૂખ હડતાલ સહિત રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. (Patan Railway Division)

ABOUT THE AUTHOR

...view details