- વોર્ડ 10માં ભાજપના ઉમેદવારોનો ચૂંટણી પ્રચારનો નવો કીમિયો
- નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પણ જોવા મળ્યો મોદી મેજીક
- બાળકો મોદીના ચહેરાવાળા માસ્ક સાથે પ્રચારમાં જોડાતાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં
પાટણઃ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષનો પ્રચાર ધમધમી રહ્યો છે, ત્યારે પાટણના વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાના માસ્કનો ઉપયોગ કરીને પ્રચારને વેગવંતુ બનાવી રહ્યાં છે.
વોર્ડ 10મા ભાજપના ઉમેદવારોનો ચૂંટણી પ્રચારનો નવો કીમિયો ગત ટર્મમાં કોંગ્રેસની પેનલ વિજેતા બની હતી
ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર-10માં ગત ટર્મમાં કોંગ્રેસની પેનલ વિજેતા બની હતી ત્યારે ચાલુ વર્ષે આ વોર્ડમાં ભાજપ દ્વારા પેનલ કબજે કરવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પણ જોવા મળ્યો મોદી મેજીક મોદી મેજિક જોવા મળી રહ્યો છે
જોકે, ભાજપના કાર્યકરોએ કહ્યું કે, ઉમેદવારો મોદીના નામે જીતી શકે છે. વોર્ડ નંબર-10ના ભાજપના ઉમેદવારો વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાવાળા માસ્ક સાથે પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે અને તેમાં પણ બાળકો આ માસ્ક પહેરી ચૂંટણી પ્રચારમાં આગળ રહેતા આ ચૂંટણીમાં પણ મોદી મેજિક જોવા મળી રહ્યો છે.
પાટણના વોર્ડ નંબર-10માં પેનલ કબજે કરવા ભાજપે મોદી માસ્ક સાથે પ્રચાર શરૂ કર્યો