ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ફાયર NOC ન લેનાર શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલોના પાણી અને ગટર જોડાણ કપાયા - Social organization

પ્રાદેશિક ફાયર ઓફિસર દ્વારા પાટણમાં ફાયર NOC ન લેનાર શાળાઓ હોસ્પિટલો અને સામાજિક સંસ્થાઓ સામે પગલાં ભરવા માટેની તાકીદ કરાતા જેને પગલે પાટણ નગરપાલિકા એ શાળાઓ છાત્રાલયો અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ મળી કુલ 20 ની યાદી બનાવી આવી સંસ્થાઓના નળ અને ગટર કનેકશન કાપવાની કામગીરી હાથ ધરતા પાલિકાની ટીમ દ્વારા  શૈક્ષણિક અને હોસ્પિટલ મળી 10 ભૂગર્ભ જોડાણો અને 6 નળ કનેકશનો આપવામાં આવતા ડોકટરો અને શાળાના સંચાલકો દોડધામ મચી છે.

પાટણમાં ફાયર NOC ન લેનાર શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલોના પાણી અને ગટર જોડાણ કપાયા
પાટણમાં ફાયર NOC ન લેનાર શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલોના પાણી અને ગટર જોડાણ કપાયા

By

Published : Sep 17, 2021, 1:47 PM IST

  • ફાયર NOC ન લેનાર શૈક્ષણિક અને ખાનગી હોસ્પિટલો પર પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ
  • ફાયર NOC ન લેનાર શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ચાર હોસ્પિટલો અને 16 શૈક્ષણિક સંકુલની નગરપાલિકા યાદી બનાવી
  • નળ અને ગટરના જોડાણ કાપવા માટે પાલિકાએ બે ટીમ બનાવી

પાટણ: રાજ્યમાં આગની દુર્ઘટનાઓમાં મોતની ઘટનાઓ રોકવા માટે રાજ્યના અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ 2013 મુજબ શાળા અને હોસ્પિટલોમાં ફરજિયાત ફાયર સેફ્ટીની સુવિધા રાખવા અને એન.ઓ.સી લેવા માટેના આદેશો કરવામાં આવેલા હોય પાટણ નગરપાલિકા દ્વારા સર્વે બાદ ફાયર સેફ્ટીની સુવિધા વગરના શહેરની હોસ્પિટલો અને સ્કૂલોને ફાયરસેફ્ટીની એનોસી લેવા માટે નોટિસો આપવામાં આવી હતી.

પાલિકાએ બનાવી અલગ-અલગ ટીમો

આ ચાર હોસ્પિટલો અને 16 શૈક્ષણિક સંસ્થાના સંચાલકો દ્વારા ફાયર NOC લેવામાં ન આવતા નગરપાલિકા દ્વારા નગરપાલિકા દ્વારા 7 શાળાઓ, 4છાત્રાલય, બે સરકારી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, બે પુસ્તકાલયો, એક સામાજિક સંસ્થા તથા એક સરકારી હોસ્પિટલ અને ત્રણ ખાનગી હોસ્પિટલો મળી કુલ 20 ની યાદી તૈયાર કરી આ સંસ્થાઓના નળ અને ગટર જોડાણ કાપવા માટે પાલિકાએ બે અલગ અલગ ટીમો બનાવી જોડાણો કાપવાની કામગીરી હાથ ધરી છે.

પાટણમાં ફાયર NOC ન લેનાર શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલોના પાણી અને ગટર જોડાણ કપાયા

આ પણ વાંચો :વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, જૂઓ તેમની કેટલીક રસપ્રદ તસવીરો...

પાલિકાની ટીમે 16ના પાણી અને ભૂગર્ભ ગટરના જોડાણો કાપ્યા

પટણ નગરપાલિકાની ભૂગર્ભ અને વોટર વર્કસની ટીમ દ્વારા ગુરુવારે ગોપાલક હાઈસ્કૂલ, પાયોનીયર kids school,પ્રેરણા મંદિર સ્કૂલ, કડવા પાટીદાર છાત્રાલય ,પ્રજાપતિ છાત્રાલય, સરકારી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, મોટા મદ્રેસા અને એક ખાનગી હોસ્પિટલના ભૂગર્ભ ગટર તથા નળ કનેકશનો કાપવામાં આવ્યા છે. જેને લઇને આ સંસ્થાના સંચાલકો અને ડોક્ટરોમાં દોડધામ મચી છે.

આ પણ વાંચો : આજે સતત 12મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

ABOUT THE AUTHOR

...view details