ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan News: પાટણમાં ગટરના ગંદા પાણીમાં બેસી સ્થાનિકોએ કર્યો અનોખો વિરોધ - etv bharat patan a unique protest of residents sitting in sewage water in patan

પાટણના ખાલકશાપીર જવાના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો નગરપાલિકામાં કરવામાં આવી છે. છતાં સત્તાધીશોના આંખ આડા કાનને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે સ્થાનિક રહીશોએ એકત્ર થઈ ગટરના ગંદા પાણીમાં બેસી પાલિકા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

Patan News
Patan News

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 5:17 PM IST

રસ્તા, ભૂગર્ભ ગટર સહિતની સમસ્યાઓને લઈને પ્રજાજનો ત્રાહિમામ

પાટણ: રોડ રસ્તા ભૂગર ગટર સહિતની સમસ્યાઓને લઈને પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. શહેરના પારેવા સર્કલથી ખાલકશાપીર જવાના માર્ગ પર છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી માર્ગો પર રેલાઈ રહ્યા છે. ભૂગર્ભ ગટરના પ્રશ્નનો કોઈ નિકાલ ન આવતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઇ રહી છે.

સ્થાનિકોએ ગંદા પાણીમાં બેસી કર્યો વિરોધ: આ માર્ગ પર આવેલ દેવાશી સોસાયટી સહિત તમામ સોસાયટીના લોકોને ફરજીયાત પણે ભૂગર્ભ ગટરના રેલાતા ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે. ગતરોજ મોડી રાત્રે ખાલકશાપીર જવાના માર્ગ પરની તમામ સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાં બેસી પાલિકા સામે રોષ ઠાલવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ભૂગર્ભ ગટર ઉભરાવવાની આ સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સોસાયટીના રહીશો પાલિકા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ગટરના ગંદા પાણીમાં બેસી સ્થાનિકોએ કર્યો અનોખો વિરોધ

આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ પણ નથી. અંધારામાં લોકોને અવરજવર કરવામાં પણ તકલીફ પડી રહી છે. અંધારામાં ભૂગર્ભ ગટરમાં પડી જવાથી અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ થવા પામી છે. જેને લઇ સ્થાનિક લોકો ઘણી મુશ્કેલીનો સામનો કરી છે. ત્યારે પાટણ પાલિકાને માત્ર વેરો ઉઘરાવામાં જ રસ છે. પાયાની સુવિધા કે લોકોની સમસ્યામાં કોઈ રસ ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

'સ્થાનિક રહીશોની સમસ્યાને લઈને રાત્રિના સમયે પાલિકાના ચીફ ઓફિસર સાથે સ્થળ ઉપર પહોંચી હતી અને સોસાયટીના રહીશોની વાત સાંભળી હતી. વેટિંગ મશીન દ્વારા ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ વારંવાર સર્જાતી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નગરપાલિકાના એન્જિનિયર સાથે ચર્ચા કરી યોગ્ય કામગીરી કરવામાં આવશે.' - હિરલ પરમાર, પ્રમુખ, નગરપાલિકા

પારેવા સર્કલથી ખાલકશાપીર જવાના માર્ગ પર આવેલી સોસાયટીઓ પાસે ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા હલ કરવા માટે નગરપાલિકાએ હાલ તો કામગીરી હાથ ધરી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે કાયમી નિરાકરણ માટે નગરપાલિકા તંત્ર કામ કરે છે કે નહીં...

  1. Ahmedabad News : અમદાવાદમાં 44 હોસ્પિટલ ફરી થશે ચાલુ, શહેરના રોડ રસ્તામાં ખામી દુર કરવાના આદેશ
  2. Ahmedabad News : અમદાવાદ શહેરમાં અકસ્માતોનો મુદ્દો એએમસી સભામાં ગાજ્યો, વિપક્ષ દ્વારા આંકડા સાથે તડાફડી

For All Latest Updates

TAGGED:

Patan News

ABOUT THE AUTHOR

...view details