ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં અકસ્માતો ઘટાડવા અને સ્પીડ નિયંત્રણ કરવા પોલીસને બે અદ્યતન વાહનોની ફાળવણી કરાઇ - ૩૭ લાખના ખર્ચે અદ્યતન વાહનો ફાળવાયા

ગુજરાત પોલીસ દ્વારા જિલ્લા ટ્રાફિક પોલીસને ફાળવવામાં આવેલ ઇન્ટર સેપ્ટરવાન અને આધુનિક સાધન સાધનોથી સજ્જ લેસર ટેકનીક આધારિત હાઈવે પેટ્રોલિંગ વાનને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા એ વિધિવત રીતે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

પાટણમાં અકસ્માતો ઘટાડવા અને ભીડ નિયંત્રણ કરવા પોલીસને બે અદ્યતન વાહનોની ફાળવણી કરાઇ
પાટણમાં અકસ્માતો ઘટાડવા અને ભીડ નિયંત્રણ કરવા પોલીસને બે અદ્યતન વાહનોની ફાળવણી કરાઇ

By

Published : Nov 1, 2021, 7:22 AM IST

Updated : Nov 1, 2021, 1:29 PM IST

  • હાઈવે માર્ગો ઉપર વાહનોની સ્પીડ નિયંત્રણ માટે ઇન્ટર સેપ્ટરવાન ઉપયોગી બનશે
  • પાટણ પોલીસને ઇન્ટર સેપ્ટરવાન અને હાઇવે પેટ્રોલિંગ વાનની ફાળવણી
  • જિલ્લા પોલીસ અધિક્ષકે બંને વાહનોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા
  • અકસ્માત અને કુદરતી આપત્તિઓમાં હાઇવે પેટ્રોલિંગવાન ઉપયોગી થશે

પાટણ : રાજ્યનાં હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓમાં ઘણાં લોકોનાં અકાળે મોતને ભેટ્યા છે. એક સર્વે અનુસાર વધું સ્પીડનાં કારણે અકસ્માતો સર્જાયા છે અને તેનાં કારણે મોતનાં બનાવો વધ્યા છે. ત્યારે ઓવર સ્પીડને કારણે થતાં અકસ્માતનાં બનાવોમાં મૃત્યુ દર ઘટાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ 48 ઇન્ટર સેપ્ટરવાન ફાળવવામાં આવી છે.

પાટણમાં અકસ્માતો ઘટાડવા અને ભીડ નિયંત્રણ કરવા પોલીસને બે અદ્યતન વાહનોની ફાળવણી કરાઇ

પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા

પાટણ જિલ્લા ટ્રાફીક પોલીસને પણ ઇન્ટર સેપ્ટરવાનની ફાળવણી કરવામાં આવી છે. તેમજ અકસ્માતનાં સમયે વાહનમાં ફસાઇ જવાની ઘટનામાં વાહનનાં દરવાજા તોડવાની નોબત આવતી હોય છે ત્યારે આવા કામમાં ઉપયોગમાં લઈ શકાય તે માટે તેમજ કુદરતી આફતોમાં લોકોને મદદરૂપ થાય તે માટેની આધુનિક સાધનોથી સજ્જ લેસર ટેક્નિક આધારિત હાઇવે પેટ્રોલિંગ વાન પણ પાટણ જિલ્લા ટ્રાફીક પોલીસને ફાળવવામાં આવી છે. આ બંને વાહનોને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા.

પાટણ પોલીસને અંદાજે રૂપિયા ૩૭ લાખના ખર્ચે અદ્યતન વાહનો ફાળવાયા

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એ જણાવ્યું હતું કે, વાહનોની ગતિ રોકવા અને જીલ્લામાં બનતી અકસ્માતની ઘટનાઓ માનવ મૃત્યુ દર ઘટાડવા માટે ઇન્ટર સેપ્ટરવાન અને હાઇવે પેટ્રોલિંગ વાન થી લોકોની જિંદગી બચાવી શકાશે તે માટે ગુજરાત પોલીસ દ્વારા પાટણ જિલ્લાને અંદાજે રૂપિયા 37 લાખથી વધુનાં ખર્ચે બંને વાહનો ફાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય : ગુજરાત થઈને જતી વધુ 5 ફેસ્ટિવલ ટ્રેન શરૂ કરાઈ

આ પણ વાંચો : એ જોજો હો! : ખરીદી માટે લોકોની ભીડ નવા જૂની કરી શકે છે...

Last Updated : Nov 1, 2021, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details