ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં લોકોએ સૂર્ય ગ્રહણનો નજારો નિહાળ્યો - Bagwada doors

પાટણમાં 21 જૂનના રોજ લોકોએ સૂર્ય ગ્રહણનો નજારો નિહાળ્યો હતો. ખગોળીય ઘટના જોવા માટે શહેરના પ્રથમ નાગરિક મહેન્દ્ર પટેલ, એક્સપરિમેન્ટલ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ ધનરાજ ઠક્કર સહિત પ્રબુદ્ધ નાગરિકોએ એકસ રે ફિલ્મ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતેથી સૂર્ય ગ્રહણ નિહાળ્યું હતું.

solar eclipse
પાટણમાં લોકોએ સુર્ય ગ્રહણનો નજારો નિહાળ્યો

By

Published : Jun 21, 2020, 4:20 PM IST

પાટણ: શહેરમાં 21 જૂનના રોજ લોકોએ સૂર્ય ગ્રહણનો નજારો નિહાળ્યો હતો. ખગોળીય ઘટના જોવા માટે શહેરના પ્રથમ નાગરિક મહેન્દ્ર પટેલ, એક્સપરિમેન્ટલ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ ધનરાજ ઠક્કર સહિત પ્રબુદ્ધ નાગરિકોએ એકસ રે ફિલ્મ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતેથી સૂર્ય ગ્રહણ નિહાળ્યું હતું.

પાટણમાં લોકોએ સૂર્ય ગ્રહણનો નજારો નિહાળ્યો

રવિવારે સવારે ગ્રહણનો સ્પર્શ સૂર્યને થતાં સૂર્ય ગ્રહણની શરૂઆત થઈ હતી. ઘણા વર્ષો બાદ જોવા મળતી આ ઘટનાનો નજારો જોવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો અગાસી તેમજ ઘરની બહાર અને માર્ગો પર એક્સ રે ફિલ્મ વડે આ ખગોળીય નજારો નિહાળ્યો હતો.

વર્ષની પ્રથમ અને સૌથી મોટા સૂર્ય ગ્રહણને પાટણના લોકોએ નિહાળ્યું

શહેરના જગદીશ મંદિર સહિતના મંદિરો આજે બંધ રહેતાં ધાર્મિક વિધિ પણ સૂર્ય ગ્રહણના કારણે બંધ રહી હતી, જ્યારે લોકોએ ધરોમાં ખાવા-પીવાની વસ્તુઓ પર પણ પ્રતિબંધ લાદી ગ્રહણ બાદ ભોજન લેવાનું નક્કી કર્યું હતું. પીવાના પાણીના વાસણોમાં ભરેલું પાણી ગ્રહણ બાદ ખાલી કરી નવું પાણી ભરવામાં આવ્યું હતું. પાટણ નગરપાલિકા પ્રમુખે પણ પોતાના મિત્રો સાથે બગવાડા દરવાજા ખાતેથી વર્ષની પ્રથમ અને સૌથી મોટી આ ખગોળીય ઘટનાને નિહાળી હતી.

ABOUT THE AUTHOR

...view details