- પાટણમાં 18 કેન્દ્રોના 70 બિલ્ડિંગમાં 644 બ્લોકમા પરીક્ષા યોજાશે
- હારીજના 28 અને પાટણના 26 બિલ્ડિંગોમાં ધોરણ 10 ની પરીક્ષા લેવાશે
- ત્રણ ઝોનલ અધિકારીઓની દેખરેખ હેઠળ પરીક્ષા યોજાશે
પાટણ: કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ-10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવામાં આવ્યો છે પણ ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવાનો આદેશ કર્યો છે. અને આ પરીક્ષા 15મી જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં યોજાશે. પાટણ જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ 15906 રિપોર્ટર વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ધોરણ 10ના 11,832 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આ વિદ્યાર્થીઓની પરીક્ષા માટેનું પાટણ શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10માં 11,832 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3,596 અને વિજ્ઞાન પ્રવાહમાં 478 મળી કુલ 4,074 વિદ્યાર્થીઓ નોંધાયા છે. હારીજના 28 બિલ્ડિંગ અને પાટણના 26 બિલ્ડિંગોમાં ધોરણ 10 ની પરીક્ષા યોજાશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 14 બિલ્ડિંગ અને વિજ્ઞાન પ્રવાહ માટે બે બિલ્ડીંગની ફાળવણી કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે અને સમગ્ર પરીક્ષા ધોરણ ત્રણ અધિકારીઓની દેખરેખ હેઠળ સરકારની કોવિડ ગાઇડલાઇન મુજબ યોજાશે.