પાટણ : સરકાર દ્વારા ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે લાખો રૂપિયાના ખર્ચે નર્મદાની નહેરો બનાવવામાં આવી છે. સરકારની જાહેરાતો છતાં અધિકારીઓની આડોડાઈને કારણે કેનાલમાં પાણી છોડવામાં નહીં આવતા હારીજ તાલુકાના કુકરાણા, મુજપુર અને ઓરૂમણા ગામના ખેડૂતો અકળાયા હતા. રોષે ભરાયેલા ખેડૂતો જસોમાવ ગામ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને મહેસાણા અને રસ્તા રોકો આંદોલન કર્યુ હતું.
પાટણના હારીજમાં ખેડુતોએ હાઇવે પર કર્યો ચક્કાજામ - Patan News
જિલ્લામાં નર્મદાની કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે, ત્યારે હારીજ તાલુકાના કુકરાણા, મુજપુર અને ઓરુમણા ગામના ખેડૂતોએ હારીજ મહેસાણા હાઈવે પર સોમાવ ગામ નજીક એક થઈ ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોના આક્રમક વલણથી નર્મદાના અધિકારીઓ અને પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનું કારણ આગળ ધરી મામલો શાંત પાડી હાઈવે માર્ગ અને ખુલ્લો કર્યો હતો.
હારીજમાં ખેડુતોએ હાઇવે પર કર્યો ચક્કાજામ
રસ્તા રોકો આંદોલનની જાણ નર્મદાના અધિકારીઓને તથા પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં લઇ આંદોલન પૂર્ણ કરવા સમજાવ્યા હતા. અંતે મામલો થાળે પડ્યો હતો.