ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં રાખડી ખરીદી માટે ભારે ધસારો, ભાવમાં 10 ટકાનો થયો વધારો - Feast of the sacred bond of brother and sister

ભાઇ-બહેનના પવિત્ર બંધનનો પર્વ એટલે રક્ષાબંધન જે પર્વને હવે ગણતરીના દિવસોજ બાકી રહ્યા છે ત્યારે પાટણ શહેરની બજારોમાં અનોખી રાખડીઓની ખરીદી શરૂ થઇ છે. આ વર્ષે રાખડીઓના ભાવમાં પણ 10 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

પાટણમાં રાખડી ખરીદી માટે ભારે ધસારો, ભાવમાં 10 ટકાનો થયો વધારો
પાટણમાં રાખડી ખરીદી માટે ભારે ધસારો, ભાવમાં 10 ટકાનો થયો વધારો

By

Published : Aug 19, 2021, 10:58 AM IST

  • રક્ષાબંધન પૂર્વે રાખડીઓ ખરીદવા બહેનોની ભીડ
  • ગત વર્ષે કોરોનાને કારણે રાખડીઓની ખરીદીમાં જોવા મળી હતી મંદી
  • રક્ષાબંધન પર્વ મનાવવા લોકોમાં ભારે ઉત્સાહ
  • રાખડીઓ ખરીદવા બજારોમાં જોવા મળે છે ધમધમાટ
  • ઓછા વજનની અને ડેલિકેટ રાખડીઓનું વેચાણ વધ્યું

પાટણ: ભાઈ-બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાટણ શહેરની બજારોમાં બહેનો પોતાના વહાલા ભાઈઓ માટે અનોખી રાખડીઓની ખરીદી કરી રહી છે. શહેરની બજારોમાં અવનવી વેરાયટી જોવા મળી રહી છે. તો બીજી તરફ આ વર્ષે રાખડીઓના ભાવમાં પણ 10 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

રક્ષાબંધન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવા લોકોમાં અનેરો થનગનાટ

ગત વર્ષે કોરોના મહામારીને કારણે પાટણ શહેરમા છેલ્લા દસ દિવસથી બપોરે 2 વાગ્યા બાદ તમામ બજારો બંધ કરવામાં આવતી હોવાને કારણે રાખડીની ખરીદીમાં ભારે મંદી જોવા મળી હતી. કોરોના મહામારી અને lockdown ને કારણે ગત વર્ષે તહેવારો પ્રત્યે લોકોમાં કોઈ જ ઉત્સાહ જોવા મળ્યો ન હતો પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કેસ હળવા થતા અને સરકારી નિયંત્રણો પણ મહદઅંશે દૂર થયા છે. જેને પગલે આ વર્ષે રક્ષાબંધન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવા લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

પાટણમાં રાખડી ખરીદી માટે ભારે ધસારો, ભાવમાં 10 ટકાનો થયો વધારો

આ પણ વાંચો:કોરોનામાં પરિવારને આર્થિક ટેકો આપવા નોકરીની સાથે સાથે રાખડીઓ બનાવી રહી છે આ યુવતીઓ

ભાઈ-બહેનના પવિત્ર તહેવારને આડે ગણતરીના દિવસો

ભાઈ-બહેનના પવિત્ર તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરની બજારોમાં રાખડીઓ ખરીદવા બહેનો ઉમટી રહી છે અને વિવિધ દુકાનો અને લારીયો ઉપરથી રાખડીઓની ખરીદી કરી રહી છે. ચાલું વર્ષે રાખડીઓમાં 10 ટકાનો ભાવ વધારો થયો છે. રૂપિયા 1 થી શરૂ કરીને 500 રૂપિયા સુધીની રાખડીઓ વેચાય છે. જેમાં ઓછા વજનવાળી અને ડેલિકેટેડ રાખડીઓનું વેચાણ વધ્યું છે. તો કેટલાક આર્થિક રીતે સંપન્ન લોકો ચાંદીની મોંઘા ભાવની રાખડીઓ પણ ખરીદી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકન ડાયમંડ, જરદોશી ડિઝાઇનવાળી, ફેન્સી દોરી, લુમ્બા સહિતની અનેક જાતની રાખડીઓ મળી રહી છે. તો નાના બાળકોની મનપસંદ spider-man, છોટાભીમ, બાલ ગણેશા, એંગ્રિબર્ડ, ટેડી બિયર, જેવી અનેક રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે. સવારથી જ રાખડીઓ ખરીદવા બજારોમાં ધમધમાટ જોવા મળે છે.

રાખડીઓની ખરીદીમાં ઘરાગી સારી છે.

રાખડીઓનો વ્યવસાય કરતાં ચંદ્રકાન્ત પટવાએ જણાવ્યું હતું કે, બે વર્ષના બ્રેક બાદ આ વર્ષે રાખડીઓની ખરીદીમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલું વર્ષે ઘરાગી સારી છે અને લોકો ઉત્સાહભેર રાખડીઓ ખરીદી રહ્યા છે. ચાલુ કરશે રો મટીરીયલ અને મજૂરી ના ભાવ વધવાને કારણે ૧૦ ટકાનો ભાવ વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details