- દંપતીએ કન્ટેન્મેન્ટ ઝોનમાંથી રાતોરાત ઘર છોડ્યું
- તપાસ દરમિયાન હકીકતનો પર્દાફાશ થતાં આરોગ્ય તંત્રે ફરિયાદ નોંધાવી
- યસ વિહાર સોસાયટીને કન્ટેન્ટ ઝોન કરી હોવા છતાં એક વ્યક્તિ ઘર છોડીને જતો રહ્યો
પાટણ : શહેરના અંબાજીની નેરિયામાં આવેલી એપોલો ગ્રીન સોસાયટીમા રહેતા સ્વાતિ ચૌધરી તથા તેમના પતિ રોહિત ચૌધરીને ગત તારીખ 17 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે કારણે તેમને હોમ આઇસોલેટ કરી તેમને કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હોમ આઇસોલેટ થવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં આ બન્ને લોકો કોરોન્ટાઇન ઝોનના નિયમોનો ભંગ કરી ક્યાંક જતા રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત યસ વિહાર સોસાયટીમાં રહેતા દીપકભાઈ તેજવાણી પણ મંજૂરી વગર ઘરની બહાર ક્યાંક ચાલી ગયા હોવાથી આ ત્રણેય વ્યક્તિઓ સામે આરોગ્ય તંત્ર દ્વારા પેન્ડેન્ટિક એક્ટ મુજબ નોંધાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો -પાટણમાં રેમડેસીવીર ઈન્જેક્શનના દુરુપયોગ મામલે ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ