ગુજરાત

gujarat

ETV Bharat / state

HNG યુનિવર્સીટીએ 8 એપ્રિલથી શરૂ થવાવાળી તમામ પરીક્ષાઓ મોકુફ રાખી - Patan news

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આગામી 8મી એપ્રિલથી વિવિધ વિભાગના  સેમિસ્ટર 1ની શરૂ થવાની હતી. આ ઓફલાઇન પરીક્ષા યુનિવર્સીટીના સત્તાધીશો દ્વારા વર્તમાન કોરોનાની પરિસ્થિતિ તેમજ વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે અત્યાર પૂરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન પરીક્ષા માટે રજૂઆત
વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન પરીક્ષા માટે રજૂઆત

By

Published : Apr 4, 2021, 9:37 AM IST

  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષાઓ મોકૂફ
  • સત્તાધીશોએ વિદ્યાર્થીઓના હિત માટે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો
  • વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન પરીક્ષાની માંગ કરાઇ

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી(HNGU) દ્વારા આગામી 8 એપ્રિલથી MA, M.COM, MAC, MRS, MPAD, PGDCA, LLM સેમિસ્ટર-1ની પરીક્ષાઓ ઓફલાઈન યોજાવાની હતી. જે સંદર્ભે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કોરોના મહામારીને કારણે આ પરીક્ષા ઓનલાઈન લેવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી બીજી કક્ષાની તમામ પરીક્ષાઓ બંધ રાખી છે.

વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાયેલી રજૂઆત

આ પણ વાંચો : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવાદિત પરિપત્રથી વિધાર્થીઓએ નોંધાવ્યો વિરોધ

વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન પરીક્ષા માટે રજૂઆત કરાઇ હતી


યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે.જે. વોરાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન પરીક્ષા માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ પરીક્ષાનો સમય નજીક આવી ગયો હોવાથી ઓનલાઇન પરીક્ષાનું માળખું ગોઠવી શકાય તેમ નથી. તથા વિદ્યાર્થીઓ કોરોનાના ભયને કારણે ઓફલાઇન પરીક્ષા આપવા તૈયાર નથી. તેથી અત્યાર પૂરતી આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે.જે. વોરા

આ પણ વાંચો : HNG યુનિવર્સિટીના પૂર્વ કુલપતિનું નિધન


પરીક્ષાઓ અત્યાર પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ઓફલાઈન પરીક્ષાઓ ન લેવા માટે વિદ્યાર્થીઓએ રજૂઆતો કરતાં યુનિવર્સિટીના સત્તાધીશોએ તાકીદે નિર્ણય લઇ પરીક્ષાઓ અત્યાર પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

HNG યુનિવર્સીટીએ 8 એપ્રિલથી શરૂ થવાવાળી તમામ પરીક્ષાઓ મોકુફ રાખી

ABOUT THE AUTHOR

...view details