પાટણ : દરિયાકાંઠે જોવા મળતા કરચલા આમ તો સામાન્ય જીવની જેમ (new species crab Research) જોવા મળતા હોય છે, પરંતુ આ કરચલામાં 910 પ્રજાતિ નોંધાઈ છે અને કરચલા પર વૈજ્ઞાનિકો અને સાયન્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ શોઘ, સંશોધન, સતત કરી રહ્યા છે, ત્યારે આજથી 126 વર્ષ પૂર્વે એટલે કે 1896માં બંગાળની ખાડી અને પર્શિયાના અખાતમાં એક અંગ્રેજ વૈજ્ઞાનિક દ્વારા નવીન પ્રકારના કરચલાના નમુના એકત્ર કરી તેના પર સંશોધન કરવા માટે કલકત્તાની ઝુલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયામાં આ નમૂના મૂકવામાં આવ્યા હતા અને એ વાતને 126 વર્ષ થયા હતા, ત્યારે કરચલા પર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. (species of crab)
એક નવી પ્રજાતિને શોધી ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડો. શાંતનુ મિત્રા, નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરના ડો. અંગ અને ડો. નગન કી અંગ તેમજ યુનિવર્સિટી ઓફ તહેરાન ઈરાનના ડો. નાડરેલું છેલ્લા 2 વર્ષથી કરચલાની પ્રજાતિ પર સંશોધન કરતા હતા. તેમાં પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોકટર (HNGU professor in search of crab species) જીગ્નેશ ત્રિવેદી પણ આ વિદેશી ટીમ સાથે જોડાયા હતા અને આખરે તેઓએ કરચલાની એક નવી પ્રજાતિને શોધી છે. (new species of crab in Patan)
આ પણ વાંચોહાલારનું હીર ચંદ્ર પરથી ઝળહળશે, હેનલ મોઢા ચંદ્ર પરના ખનીજ અંગે રીસર્ચ કરશે