પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના ડીનની બેઠકમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતમાં મહત્વની ચર્ચા વિચારણાના અંતે યુજીસી અને રાજ્ય સરકારની ગાઇડ લાઇનને ધ્યાને લઇ નવું એકેડેમિક કેલેન્ડર બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રથમ સેમેસ્ટરમાં ઓનલાઈન ક્લાસ જ ચલાવવાનો નિર્ણય કરાયો હતો.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું - રાજ્ય સરકારની ગાઇડ લાઇન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની અધ્યક્ષતામાં યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના ડીનની બેઠક મળી હતી. જેમાં ચર્ચા-વિચારણા બાદ યુનિવર્સિટીના કોમન એકેડેમિક કેલેન્ડર 2020-21 તૈયાર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે દિવાળી વેકેશન એક અઠવાડિયાનું નક્કી કરાયું હતું. તેમજ વર્ષ 2021- 22 નું નવું એકેડેમિક સત્ર તારીખ 1 જુલાઈ 2021થી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
પ્રેક્ટિકલમાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને લેબમાં એકઠા કરવાના બદલે નાના સમૂહ ભૌતિક હાજરી જોઈને પ્રેક્ટીકલ યોજવા નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના કોમન એકેડેમિક કેલેન્ડરમાં પ્રથમ સત્ર યુજી સેમેસ્ટર 3, 5 તથા પીજી સેમેસ્ટર- 3 તા 1 લી ડિસ્મેબર સુધીમાં પૂરું કરવા,પ્રથમ સત્ર યુજી અને પી.જી સેમેસ્ટર 1 તા.15 ફેબ્રુઆરી 2021 સુધી પૂરું કરવું, તેમજ દિવાળી વેકેશન એક અઠવાડિયાનું ઘટાડીને તા.6 નવેમ્બર થી 18 નવેમ્બર 2020 સુધી બે અઠવાડિયા નું નક્કી કરાયું હતું.
બીજુ સત્ર યુજી સેમેસ્ટર 4,6 અને પી.જી સેમેસ્ટર 4 તા. 30 એપ્રિલ 2021 સુધી અભ્યાસક્રમ પૂર્ણ કરવો,દ્વિતીય સત્ર યુજી અને પી.જી સેમેસ્ટર 2 તા.30 મે 2012 સુધી પૂરું કરવામાં આવશે.જ્યારે ઉનાળુ વેકેશન તારીખ 15 મે 2021 થી તા. 30 જુન 2021 સુધીનું અને નવું એકેડેમિક સત્ર તમામ વિદ્યાર્થીઓ માટે 1 જુલાઈ થી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.