પાટણ: શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. શનિવારે સાંજના સમયે અસહ્ય ઉકળાટ વચ્ચે આકાશમાં વાદળો છવાયાં હતાં અને જોતજોતામાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી થઇ હતી. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાટણ શહેર સહિત જિલ્લાના ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, સરસ્વતી પથકમાં પણ વરસાદ પડ્યો હતો.
પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી
પાટણ શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શનિવારે વરસાદી વાતાવરણનો માહોલ સર્જાયો હતો. ગત 2 દિવસથી અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે શનિવારે સાંજના સમયે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી
પાટણ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતાં ગરમીથી કંટાળેલા લોકોએ મન ભરી વરસાદમાં પલળવાની મજા માણી હતી. આ સાથે જ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયાં હતા.