ગુજરાત

gujarat

ETV Bharat / state

આરોગ્ય કમિશ્નર અને પ્રભારી સચિવે પાટણની મુલાકાત લીધી

કોરોનાના કહેર સામે પાટણ જિલ્લાનું આરોગ્ય તંત્ર અને ધારપુર સિવિલ હોસ્પિટલની સેવાઓ નબળી પુરવાર થઇ છે, ત્યારે રાજ્યના આરોગ્ય કમિશ્નર અને જિલ્લાના કોરોના નિયૂક્ત થયેલા પ્રભારી સચિવે પાટણ શહેર સહિત જિલ્લાના કોરોના સંક્રમિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ETV BHARAT
આરોગ્ય કમિશ્નર અને પ્રભારી સચિવે પાટણની મુલાકાત લીધી

By

Published : Jul 3, 2020, 10:40 PM IST

પાટણઃ શહેર સહિત જિલ્લામાં લોકડાઉન બાદ અનલોક 1 અને 2માં કોરોના ઘાતક બની રહ્યો છે. દિન-પ્રતિદિન પોઝિટિવ દર્દીઓ તેમજ મૃત્યુ આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના આ કહેર સામે જિલ્લાનું આરોગ્ય તંત્ર અને ધારપુર સિવિલ હોસ્પિટલની સેવાઓ નબળી પુરવાર થઇ છે, ત્યારે રાજ્યના આરોગ્ય કમિશ્નર અને જિલ્લાના કોરોના નિયૂક્ત થયેલા પ્રભારી સચિવે પાટણ શહેર સહિત જિલ્લાના કોરોના સંક્રમિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

આરોગ્ય કમિશ્નર અને પ્રભારી સચિવે પાટણની મુલાકાત લીધી

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 240 પોઝિટિવ કેસ અને 25 દર્દીઓના મોત થયા છે. જિલ્લામાં સૌથી વધુ પાટણ શહેર કોરોનાથી પ્રભાવિત બન્યું છે.

પાટણમાં કોરોનાના 113 પોઝિટિવ કેસ સાથે 14 દર્દીઓના મોત થયા છે, ત્યારે કોરોનાની વિસ્ફોટક બનેલી આ પરિસ્થિતિનો તાગ મેળવવા પાટણની મુલાકાતે આવેલા રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે અને મમતા વર્માએ આસોપાલવ સોસાયટી, દ્વારકા નગરી સોસાયટી, મીરાં દરવાજા સહિત શહેરના વિવિધ કન્ટેનમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી અને પોઝિટિવ દર્દીઓના પરિવારજનોને આરોગ્યની ટીમ દ્વારા રોજે રોજ મળતી સારવાર અંગેની પૂછપરછ કરી હતી. આ સાથે જ મુલાકાત દરમિયાન તેમણે જિલ્લા આરોગ્ય અધિકારીઓને કેટલીક સૂચનાઓ પણ આપી હતી.

પાટણની મુલાકાતે આવેલા આરોગ્ય કમિશ્નર અને પ્રભારી સચિવે સર્કિટ હાઉસ ખાતે જિલ્લામાં વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ મૃત્યુ આંકને અંકુશમાં લેવા આરોગ્યની સેવાઓ અને ડોર ટૂ ડોર સર્વેની કામગીરી પર વધુ ધ્યાન આપવા સૂચનાઓ આપી સમીક્ષા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details