પાટણહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University) સંલગ્ન ઉત્તર ગુજરાત વિસ્તારના જિલ્લાઓમાં આવેલા પ્રવાસન સ્થળો ખાતે પ્રવાસન પ્રવૃત્તિ અને કૌશલ્ય વિકાસને વેગ મળે તે માટે રોજગારી સર્જન હેતુથી ટૂરીઝમ અને સ્કિલ ડેવલપમેન્ટ (tourism development in india 2022) સંલગ્ન તાલીમ સેમિનારોના આયોજન માટે રાજ્ય સરકારે પાટણ યુનિવર્સિટીને 1,00,00,000 રૂપિયાની ગ્રાન્ટ (government grant for university) ફાળવી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને મળી ગ્રાન્ટ આ પણ વાંચોકેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સરકારની ગ્રાન્ટ લેવા માટે જ ખોલે છે: મનસુખ વસાવા
ગ્રાન્ટનો ઉપયોગ આ રીતે કરાશે સરકારે પાટણ યુનિવર્સિટીના (Hemchandracharya North Gujarat University) શારીરિક શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવત્તિ વિભાગને આ ગ્રાન્ટ ફાળવી છે, જેનો ઉદ્દેશ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પ્રવાસન અને સ્ટીલ ડેવલપમેન્ટનો છે. જ્યારે આ ગ્રાન્ટ માટે યુનિવર્સિટીએ સરકારને દરખાસ્ત કરી હતી. તો હવે આ ગ્રાન્ટમાંથી પ્રવાસન સ્થળોએ સ્કિલ ડેવલોપમેન્ટ અને તાલીમ યોજાશે. જોકે, યુનિવર્સિટીના યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગને ટૂરીઝમ ડેવલપમેન્ટનો કોઈ (tourism development in india 2022) અનુભવ નથી. તેવામાં હવે યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University) આ ગ્રાન્ટનો અસરકારક ઉપયોગ કરી શકશે કે, કેમ તે અંગે લોકોમાં ચર્ચા છે.
સરકારે આપી 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આ પણ વાંચોBanaskantha water problem: સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચે છે ક્યાં, અહીં જઇને જૂઓ શી હાલત છે
યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગને ટૂરિઝમ ડેવલપમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ અંગેનો કોઈ જ અનુભવ કે, જ્ઞાન ન હોવા છતાં સરકારે આ ગ્રાન્ટ (government grant for university) તેમના હવાલે કરી છે. તેવામાં હવે આ ગ્રાન્ટનો સાચી દિશામાં અને યોગ્ય ઉપયોગ થશે કે કેમ તે એક ચર્ચાનો વિષય છે. તેમ જ સરકારની પ્રવાસન ઉદ્યોગને વેગ (tourism development in india 2022) આપવાની બાબત સાર્થક થશે કે કેમ? તેને લઈને યુનિવર્સિટી વર્તુળમાં (Hemchandracharya North Gujarat University) તેમ જ પ્રવાસન ક્ષેત્રે સંકળાયેલા જાણકારોમાં અનેક પ્રકારના તર્કવિતર્ક, શંકા-કુશંકાઓ અને ચર્ચાઓ ઊભી થઈ છે.