પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં એજન્ડા પરના 10 જેટલા કામો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં વિપક્ષના સભ્યોએ કેટલાક કામોમાં પોતાનો વાંધો દર્શાવ્યો હતો. આ બેઠકમાં વિપક્ષના સભ્યએ શિક્ષણ સમિતિ દ્વારા નીતિ નિયમો વિરૂદ્ધ બદલીઓ કરી મોટા પ્રમાણમાં નાણાકીય લેવડ દેવડ શિક્ષકો પાસેથી કરી જિલ્લા પંચાયતની શિક્ષણ કચેરીમાં સુવિધાઓ ઉભી કરી હોવાનો આક્ષેપો કર્યા હતા. જે બાદ સામાન્ય સભામાં હોબાળો મચી જાવા પામ્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયતની શિક્ષણ, સિંચાઈ, ઉત્પાદન, મહિલા અને બાળ વિકાસ સહીતની સમિતિઓની રચના બહુમતીથી કરવામાં આવી હતી.
પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ, વિપક્ષે ભષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો - પાટણના સમાચાર
પાટણ: જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં એજન્ડા પરના કામો અંગેની ચર્ચામાં વિપક્ષે કેટલાક કામો સામે આક્ષેપો કરતા શાસક અને વિપક્ષ વચ્ચે યુદ્ધ જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી.
પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ
સામાન્ય સભામાં વિપક્ષના સભ્યએ કરેલા આક્ષેપને જિલ્લા પંચાયત પ્રમુખે નકારી કાઢ્યા હતાં. સામાન્ય સભામાં શિક્ષકોની બદલીઓ મામલે વિપક્ષના સભ્યએ એક વર્ષ અગાઉ શિક્ષણ સચિવમાં પણ રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત આ મામલે યોગ્ય તપાસ નહીં કરે તો વિપક્ષના સભ્યોએ હાઇકોર્ટમાં જવાની તૈયારી પણ બતાવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વિપક્ષના આ આક્ષેપને તદ્દન પાયા વિહોણા ગણાવી બદલીઓ નિયમ મુજબ કરી હોવાનું જણાવ્યું હતું.