પાટણમાં ખાનગી પાર્ટી પ્લોટોમાં ગરબા ની રમત જામી પાટણ :સમગ્ર દેશમાં નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. લોકો ગરબા જોરશોરથી ગરબા રમી રહ્યા છે. ત્યારે પાટણમાં પણ લોકો નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, કુમકુમ તિલક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
પાટણમાં ખાનગી પાર્ટી પ્લોટોમાં ગરબા ની રમત જામી રંગત જામી :જેમાં ગરબે ગુમાવા માટે યુવાનો, યુવતીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રિના દિવસો જેમ જેમ વીતતા જાય છે તેમ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીના બીજા નોરતે શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર સહિત ખાનગી પાર્ટી પ્લોટોમાં આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવની બરાબર રંગત જામી છે.
પાટણમાં ખાનગી પાર્ટી પ્લોટોમાં ગરબા ની રમત જામી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા :ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓના લાભાર્થે રોટ્રેક્ટ ક્લબ દ્વારા શહેરના ભૈરવ રોડ પર આવેલ પાંજરાપોળ મેદાન ખાતે ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પટેલ ઓરકેસ્ટ્રાના સથવારે નોરતાની બીજી રાતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. અલગ અલગ ચણિયાચોળી, ધોતી, કુર્તા, પાઘડી, છત્રી, લાકડી અને કેડીયામાં સજ્જ થઈ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.
પાટણમાં ખાનગી પાર્ટી પ્લોટોમાં ગરબા ની રમત જામી ગરબાની રમઝટ બોલાવી :અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી પાર્ટી પ્લોટોમાં નવરાત્રી ગરબા શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે આયોજકો દ્વારા પ્રવેશ દ્વાર પાસે જ બજરંગ દળ અને દુર્ગા વાહિની કાર્યકરો દ્વારા પાર્ટી પ્લોટમાં ગરબે રમવા આવનાર દરેક વ્યક્તિને કુમકુમ તિલક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. નવરાત્રિની બીજી રાત્રે ખાનગી પાર્ટી પ્લોટો ઉપરાંત મહોલ્લા પોળોમાં પણ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી ગરબા મહોત્સવને યાદગાર બનાવ્યો હતો.
- Patan News: સાંતલપુરના ખેડૂતોએ નર્મદાના પાણી માટે કરી ઉગ્ર માંગણી, આવેદન પાઠવી કર્યા પ્રતીક ઉપવાસ
- Patan Loksabha: ભાજપ માટે નબળી બેઠક ગણાતી પાટણ લોકસભા જીતવા માટે શું છે કોંગ્રેસની રણનીતિ
- Patan News: હેમચંદ્રાચાર્ય યુનિ. અને સાપ્તિ સંસ્થા વચ્ચે MOU, વિદ્યાર્થીઓ શીખી શકશે સ્ટોન કાર્વિંગ