- પાટણ જિલ્લામાં મ્યુકોર માઇકોસિસથી પ્રથમ મોત
- ધારપુર સિવિલ હોસ્પિટલમાં આ રોગના દર્દીઓ સારવાર હેઠળ
- બે દર્દીના નાકનું સફળ ઓપરેશન કરાયું
- ધારપુરમાં મ્યુકોર માઈકોસિસનો 10 બેડનો વધુ એક વોર્ડ તૈયાર કરાયો
પાટણ:જિલ્લાની ધારપુર સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર માઇકોસિસના દર્દીઓ માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને 11 જેટલા દર્દીઓ પણ આવ્યા હતા. પરંતુ જરૂરી દવાઓ અને ઈન્જેકશનના અભાવે સ્થિતિ ગંભીર બનતા 8 દર્દીઓને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. તે અંગેનો અહેવાલ ETV Bharatમાં પ્રકાશિત થયો હતો.
આ પણ વાંચો:મ્યુકોર માઇકોસીસના વધી રહ્યા છે કેસ, જાણો શું કહે છે આયુર્વેદ એક્સપર્ટ
એમફોટેરીસીન Bના 100 ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ
રાજકીય આગેવાનોને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનો અને દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવા સરકારમાં રજૂઆત કરવા આહ્વાન કર્યું હતું. જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા એમફોટેરીસીન Bના 100 ઇન્જેક્શનનો જથ્થો આજે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ ઇન્જેક્શનો મ્યુકોર માઇકોસિસના જરૂરિયાતમંદ દર્દીઓને ધારપુર સિવિલ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે.