- નગરપાલિકામાં ભાજપના નગરસેવકની દબંગગીરી સામે આવી
- નલ સે જલ યોજનાના કામને લઈને ચીફ ઓફિસર અને કોર્પોરેટર વચ્ચે વાત વણસી
- ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈના CCTV ફૂટેજ આવ્યા સામે
પાટણ: નગરપાલિકાના વૉર્ડ નંબર 10 ના નગર સેવક (Corporator) મહંમદ હુસેન ફારુકી શુક્રવારે પોતાના વિસ્તારના પ્રજાલક્ષી કામો અર્થે ચીફ ઓફિસર (Chief officer) ની ચેમ્બરમાં ગયા હતા પરંતુ તેઓ હાજર ન હોવાથી બાંધકામ શાખામાં ગયા હતા. જ્યાં ચીફ ઓફિસર અને કોર્પોરેટર (Corporator) બન્ને વચ્ચે કામને લઇ શાબ્દિક બોલાચાલી થઇ હતી. જેમાં વાત વણસતા મામલો ઉગ્ર બન્યો હતો અને બન્ને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જે દ્રશ્યો જોઈ અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વચ્ચે પડી બન્નેને અલગ કરી શાંત પાડ્યા હતા. સત્તાધારી ભાજપ પક્ષના નગર સેવકે (Corporator) નગરપાલિકામાં આવી ચીફ ઓફિસર સાથે કરેલી આ દબંગગીરી અન્ય કોર્પોરેટરો અને કર્મચારીઓમાં ભારે ચર્ચાનો વિષય બની છે. શિસ્તને માનનાર ભાજપ પક્ષ દ્વારા કોર્પોરેટર વિરુદ્ધ પગલાં ભરાશે કે પછી અંતે ઘીના ઠામમાં ઘી ઢળી જશે ?
પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને કોર્પોરેટર વચ્ચે મારામારી આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં નજીવી બાબતે 2 જૂથો વચ્ચે છૂટ્ટાહાથની મારામારી, જૂઓ વીડિયો...
કોર્પોરેટરે ચીફ ઓફિસર વિરુદ્ધ A ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં અરજી આપી
વૉર્ડ નંબર 10 ના નગર સેવકે (Corporator) જણાવ્યું હતું કે, મારા વિસ્તારના લોકો એ વડાપ્રધાનની નલ સે જલ યોજના (Nal Se Jal Yojana) હેઠળ નળ કનેક્શન મેળવવા ફોર્મ ભરેલા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ફોર્મ ભર્યા હોવા છતાં ચીફ ઓફિસર સહી કરતા નથી. આ પ્રજાલક્ષી કામની રજૂઆત કરવા ગયો હતો, તે સમયે ચીફ ઓફિસરે મને ધક્કો મારી તમને પાણી આપવાનું નથી તેમ કહી જાતિ વિશે ઉચ્ચારણો કરી મારુ અપમાન કર્યું હતું. આ ઘટનાને લઇને કોર્પોરેટરે (Corporator) ચીફ ઓફિસર વિરુદ્ધ પાટણ A ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં નોંધ કરાવી છે.
પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને કોર્પોરેટર વચ્ચે મારામારી આ પણ વાંચો: રાજકોટમાં લારી રાખવા બાબતે 2 વેપારી વચ્ચે જાહેરમાં મારામારી, 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત
8 ઓગસ્ટનો સરકારી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નગર સેવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ: ચીફ ઓફિસર
આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર (Chief officer) પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે, આગામી 8 ઓગસ્ટના રોજ પાટણ ખાતે શહેરી વિસ્તાર માટે મંત્રીની ઉપસ્થિતિમાં વિતરણ લોકાર્પણ અને ખાતમૂહૂર્તના કામોનો કાર્યક્રમ યોજાનાર છે. તેની તૈયારીના કામમાં વ્યસ્ત હતો, ત્યારે કોર્પોરેટરે આવી હું વૉર્ડ નંબર 10 નો નગર સેવક છું. અત્યારેને અત્યારે મારા કામમાં સહીઓ કરો તેમ કહી મને મારવાનો પ્રયત્ન કર્યો હતો. આઠ તારીખનો સરકારી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કોર્પોરેટર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીશું. પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં ચીફ ઓફિસર (Chief officer) અને કોર્પોરેટર વચ્ચે મારામારીનો આ પ્રથમ બનાવ હાલ સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો ટાઉન બન્યો છે.