પાટણઃ જિલ્લામાં ચોમાસુ બેસતા ખેડૂતોએ પોતાનાં ખેતરો ખેડી વિવિધ પાકોનું વાવેતર હાથ ધર્યું છે. જિલ્લામાં 10232 હેકટરમાં ખેડૂતોએ બીટી કપાસ, શાકભાજી અને ઘાસચારા સહિતનું વાવેતર કર્યું છે. આ સાથે જ ખેડૂતો દ્વારા ખર્ચ કરી પાકનું ઉત્પાદન વધારવામાં આવે છે. ખાતર બિયારણ તેમજ જંતુનાશક દવાઓ સહિતનો વીઘા દીઠ આશરે સાતથી દસ હજારનો ખર્ચ કરવો પડતો હોય છે અને કપાસનું ઉત્પાદન મેળવવા ચારથી પાંચ વાર પાણીની જરૂર પડે છે. ત્યારે સરકાર દ્વારાકેનાલમાં પાણી ન છોડવાથી હાલમાં ખેડૂતોની ચિંતા વધી છે.
પાટણમાં નર્મદાની માઇનોર કેનાલોમાં પાણી ન છોડતા ખેડૂતો ચિંતિત - patan Farmers
પાટણ જિલ્લામાં ચોમાસુ વાવેતરમાં ખેડૂતો દ્વારા મુખ્યત્વે બીટી કપાસનું વાવેતર કરવામાં આવતું હોય છે. પણ ચાલુ વર્ષે નર્મદાની માઇનોર કેનાલમાં પાણી ન છોડાતા જગતનો તાત ચિંતિત બન્યો છે.
patan
જેથી ફરી એકવાર સરકારની જાહેરાત ખેડૂતો માટે ઠગારી નીવડી છે અને ખેડૂતોને ઉપર ફરી પડતા પર પાટું જેવી સ્થિતિ થઈ છે. ત્યારે ખેડૂતો દ્વારા જિલ્લાની નર્મદાની કેનાલમાં સત્વરે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.