ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરના કારણે જગતાત ચિંતિત - અરબ સાગર

અરબી સમુદ્રમાં સક્રિય બનેલા તૌકતે વાવાઝોડાની અસર પાટણ જિલ્લામાં પણ વર્તાઈ રહી છે. ત્યારે, રવિવારે સવારથી જ વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. તો બીજી તરફ, વાવાઝોડાની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. બાજરી સહિતના ઉનાળુ પાકને સલામત સ્થળે ખસેડવાની કામગીરીમાં ખેડૂતો જોતરાયા છે.

પાટણ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરના કારણે જગતાત ચિંતિત
પાટણ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરના કારણે જગતાત ચિંતિત

By

Published : May 16, 2021, 5:04 PM IST

  • દિવસ દરમિયાન આકાશમાં વાદળો છવાયેલા રહ્યા
  • વાવાઝોડાની આગાહીને પગલે ખેડૂત આલમમાં ચિંતા
  • ખેડૂતો પાક બચાવવાના કામમાં જોતરાયા

પાટણ: તૌકતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તે પૂર્વે પાટણ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. રવિવારે સવારથી જ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે દ્વારા વાવાઝોડાની અસર પાટણ જિલ્લાના 4 તાલુકામાં થશે તેવી આગાહી કરી છે. જેને પગલે લોકોમાં ઉચાટની લાગણી ફેલાઈ છે. બીજી તરફ ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. હાલ ઉનાળુ બાજરીની સીઝન ચાલી રહી છે. ત્યારે, બાજરી સહિત અન્ય ઉનાળુ પાકો સંભવિત વરસાદ અને ભારે પવનથી બગડે નહીં તે માટે સલામત સ્થળે ખસેડવાના કામમાં ખેડૂતો જોતરાયા છે.

પાટણ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરના કારણે જગતાત ચિંતિત

આ પણ વાંચો:તૌકતેથી ચેતજો: વાવાઝોડા સામે આ રીતે લઇ શકાશે તકેદારી પગલાં

સંભવિત વાવાઝોડાથી ખેડૂતો બન્યા ચિંતિત

વાવાઝોડા અને વરસાદ અંગે મહેશ પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, હાલમાં ખેતરમાં બાજરી તૈયાર થવા આવી છે. ત્યારે, જે કુદરતી આફત સામે આવતા ભારે વરસાદ અને વાવાઝોડું આવશે તો બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ છે.

પાટણ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરના કારણે જગતાત ચિંતિત

આ પણ વાંચો:તૌકતે વાવાઝોડાને લઈને વીજ તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ: સૌરભ પટેલ

ABOUT THE AUTHOR

...view details