પાટણ: શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં(Verai Chakla area of Patan) ગતરોજ મામા ફોઈના પરિવાર વચ્ચે ખેલાયેલા ખૂની ખેલમાં મામાના દીકરાએ ફોઈના દીકરાને તિક્ષણ હથિયાર ના ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન પાટણ LCB પોલીસે(Patan LCB Police Team) બાતમી આધારે હત્યામાં સંડોવાયેલા ચાર શખ્સોને ગણતરીના કલાકોમાં રૂપપુરા ગામેથી ઝડપી લઇ એ ડિવિઝન પોલીસને સુપરત કર્યા હતા.
આ પણ વાંચો:Firing in Surat: છૂટાછેડા કેસના વિખવાદમાં આર્મીમેને પત્નીની હત્યા કરવા સોપારી આપી
જૂની અદાવતને લઇને બોલાચાલી થતા હુમલો કર્યો હતો -પાટણના રોટરીનગરમાં રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો પ્રકાશ પૂનમ પટણી ગતરોજ સવારના સમયે પોતાની રીક્ષા લઈને શહેરના પંચમુખી હનુમાન મંદિર(Panchmukhi Hanuman Temple in Patan) પાસે આવેલી શાકમાર્કેટમાં ગયો હતો. ત્યાં તેના મામા રમેશ પટણીના ત્રણ દીકરાઓ સાથે જૂની અદાવતને લઈને બોલાચાલી(Family Conflict took a life) થઈ હતી. ત્યારબાદ તે પોતાની રીક્ષા લઈને વેરાઈ ચકલા ચોકમાં આવી પહોંચ્યો હતો. જ્યાં તેના મામાના દીકરાઓએ તેના પર તીક્ષ્ણ હથિયારો વડે પેટના ભાગે ખંજર ઘુસાડી હુમલો કર્યો હતો. લગભગ શરીર પર 10 જેટલા ઘા મારતા મૃત્યુ નીપજ્યું હતું. તે બાદ આરોપી ફરાર થઈ ગયા હતા.