ગુજરાત

gujarat

By

Published : Jul 1, 2020, 3:41 PM IST

ETV Bharat / state

અનલોક-2ની ગાઇડલાઇન મુજબ પાટણ ST ડેપોએ એક્સપ્રેસ બસ શરૂ કરી

ગુજરાત ST નિગમ દ્વારા અનલોક-1માં 30 ટકા જેટલી બસો શરૂ કર્યા બાદ અનલોક-2માં વધુ ST બસ શરૂ કરવાનો નિર્ણય કરતા પાટણ ST ડેપો દ્વારા એક્સપ્રેસ રૂટની તમામ બસ શરૂ કરવામાં આવી છે. જેથી જિલ્લાના લોકોને પ્રવાસ કરવામાં સરળતા રહેશે.

patan news
પાટણ ST ડેપો દ્વારા એક્સપ્રેસ બસ શરૂ કરાઇ

પાટણ: કોરોના મહામારીને પગલે તબક્કાવારના લોકડાઉન બાદ અનલોક-1માં નિગમના આદેશ મુજબ પાટણ ST ડેપો દ્વારા ગત તારીખ 1 જૂનથી 30 જૂન સુધી 30 ટકા બસનું સંચાલન કરી પ્રવાસીઓ માટે બસ સેવા શરૂ કરી હતી. જેમાં અમદાવાદ અને કચ્છ-માંડવી એક્સપ્રેસ બસ તેમજ તાલુકાથી તાલુકા અને જિલ્લાથી તાલુકાને જોડતી બસ શરૂ કરવામાં આવી હતી.

પ્રવાસીઓને મળી રાહત

અનલોક-2ની ગાઇડલાઇન જાહેર

  • પાટણમાં વધુ ST બસ દોડશે
  • તમામ એક્સપ્રેસ બસની સેવા શરૂ
  • પ્રવાસીઓને મળશે રાહત
  • પાટણ ડેપોને આર્થિક ફાયદો થશે

ત્યારબાદ અનલોક-2નો અમલ થતાં નિગમના આદેશ મુજબ પાટણ એસ.ટી.ડેપોએ 25 ટકા બસનો ઉમેરો કરી ડેપોની તમામ એક્સપ્રેસ બસ બુધવારથી શરૂ કરી છે. પાટણ ડેપો દ્વારા એક્સપ્રેસ અને લોકલ બસ મળી 55 ટકા બસનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. ST બસના વધારા સાથે અલગ-અલગ રૂટના શિડ્યુલ ચાલુ થતા પાટણ બસ સ્ટેન્ડમાં પ્રવાસીઓની ચહલ-પહલ વધી છે. જેને લઇ ડેપોને આર્થિક ફાયદો થશે.

પાટણ ST ડેપો દ્વારા એક્સપ્રેસ બસ શરૂ કરાઇ

અનલોક-2માં આંતરરાજ્ય બસનું સંચાલન શરૂ થતા પાટણના પ્રવાસીઓને અમદાવાદ, વડોદરા, સુરત, દાહોદ, માંડવી સહિત રાજ્યના અલગ-અલગ શહેરોમાં જવા માટે સરળતા રહેશે.

ABOUT THE AUTHOR

...view details