ગત રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પાટણના હારીડ રોડ પર આવેલ સાંઈ સૃષ્ટિ સોસાયટીનાં રહેણાંક મકાન પર મોડી રાત્રે અચાનક વીજળી પડતા સોસાયટીના રહીશો ભયભીત થયા હતા.
'વાયુ'નો પ્રકોપઃ પાટણની સોસાયટીમાં વિજળી પડતા લોકો ભયભીત - PTN
પાટણઃ કુદરતનો મિજાજ ક્યારે બદલાય તેની કોઈને પણ ખબર હોતી નથી. તેથી જ તો અરબી સમુદ્રમાં અચાનક મહેમાન બનેલા 'વાયુ' વાવાઝોડાને કારણે ગત રાત્રીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જેની અસર પાટણ સહીત અનેક જિલ્લાઓમાં જોવા મળી હતી.
પાટણ
જો કે, વીજળી પડવાને કારણે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ ઘરનાં તામમ ઈલેક્ટ્રીનિક્સ ઉપકરણોને નુકસાન થયું હતું.