ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ નાગરિક સહકારી બેન્કના ડિરેકટરોની ચૂંટણી 11 જુલાઈએ યોજાશે - Election for 15 directors

પાટણમાં સહકારી ક્ષેત્રે નામાંકિત અને પ્રતિષ્ઠિત બેન્ક પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણી આગામી 11 જુલાઈ રવિવારે યોજાશે. રાજકીય ચહેરાઓથી ચાલતી આ બેંકમાં અને તેની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની રાજકીય હરીફાઈ જોવા મળતી નથી. આ ચૂંટણીમાં કયા ચહેરા સત્તા ઉપર આવશે તેને લઇ અત્યારથી જ ઉત્સુકતા સર્જાઈ છે.

ચૂંટણી
પાટણ નાગરિક સહકારી બેન્કના ડિરેકટરોની ચૂંટણી 11 જુલાઈએ યોજાશે

By

Published : Jun 30, 2021, 7:45 AM IST

  • બેંકના ડિરેકટરોની સમયમર્યાદા પૂર્ણ થતાં ચૂંટણી જાહેર કરાઈ
  • 15 ડિરેક્ટરોની ચૂંટણી યોજાશે
  • 12બેઠક સામાન્ય, 2 સ્ત્રી અને 1 અનુસૂચિત જાતિ-જનજાતિની બેઠક


પાટણ: નાગરિક બેન્કના ડિરેક્ટરોની સમયમર્યાદા પૂર્ણ થતાં 15 ડિરેકટરો માટે ચૂંટણી 11 જુલાઇના રોજ યોજાશે. આ ચૂંટણીમાં 12 બેઠકો સામાન્ય છે. બે બેઠકો સ્ત્રીઓ માટે અને 1 બેઠક અનુસૂચિત જાતિ જનજાતિ માટે અનામત છે. 28 જૂન રોજ ઉમેદવારી ફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 48 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

11 તારીખે જ પરીણામ જાહેર કરવામાં આવશે

29 અને 30 જૂને ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે. 30 જૂન સાંજે 5:00 કલાકે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 1 અને 2 જુલાઈ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. 2 જુલાઈના રોજ નિશાનની ફાળવણી કરવામાં આવશે અને 11 જુલાઇના રોજ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 11 જુલાઇના દિવસે જ મત ગણતરી કરી પરિણામો જાહેર કરવામાં આવશે.

પાટણ નાગરિક સહકારી બેન્કના ડિરેકટરોની ચૂંટણી 11 જુલાઈએ યોજાશે

આ પણ વાંચો : ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં થઈ શકે છે આકર્ષક જાહેરાતો અને ઉદ્ઘાટન

ચૂંટણી માટે નવી ગાઈડલાઈન

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સહકારી બેંકની ચૂંટણી માટે કેટલીક નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ ચૂંટણી લડી નહીં શકે, આ ઉપરાંત સાંસદ સભ્ય, ધારાસભ્ય કે નગરપાલિકાના સદસ્ય ચૂંટણીમાં ભાગ લઈ શકે નહીં. જો કે પાટણ નાગરિક સહકારી બેંકમાં એક પણ કોર્પોરેટર ધારાસભ્ય કે સાંસદ સભ્ય ડિરેકટર પદ પર નથી. બેંકના ચેરમેન સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકની દ્વારા જારી કરાયેલ ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે. નાગરિક બેંકની ચૂંટણી પારદર્શક રીતે જ કરવામાં આવે છે ત્યારે આ ચૂંટણી પણ પારદર્શક રીતે અને સરકારની કોવિડ-19 ગાઈડલાઈનના પાલન સાથે કરવામાં આવશે.

આ પણ વાંચો : સાણંદ તા.પં. ચૂંટણીનું પરિણામઃ બીજા ક્રમના ઉમેદવારને વિજેતા જાહેર કરવા High court માં પિટિશન

ABOUT THE AUTHOR

...view details