પાટણઃ શહેરમાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે. રોજે-રોજ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સાથે જ શહેરમાં મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. શહેરમાં સર્જાયેલી આ વિકટ પરિસ્થિતિમાં સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો અને યુવાનો દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીમાં પાટણના લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે પાટીદાર કિસાન સેના દ્વારા ઘણા દિવસોથી આયુર્વેદિક ઉકાળાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરના લાલ દરવાજા પાસે રોજ સવારે અને સાંજે અરડૂસી, તુલસી, તજ, મરી, ફુદીનો, લવિંગ સહિતની આયુર્વેદિક ઔષધિઓનો ગરમા ગરમ ઉકાળો તૈયાર કરી નગરજનોને આપવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં શહેરીજનો આ ઉકાળાનું સેવન કરી રહ્યા છે.
પાટીદાર કિસાન સેના દ્વારા પાટણમાં આયુર્વેદ ઉકાળાનું વિતરણ
પાટણવાસીઓના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખીને પાટીદાર કિસાન સેના દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરીજનોએ આ ઉકાળા વિતરણનો લાભ લીધો હતો.
પાટીદાર કિસાન સેના દ્વારા આયુર્વેદ ઉકાળાનું વિતરણ
પાટીદાર કિસાન સેના દ્વારા લોક ડાઉનના સમયમાં સમગ્ર શહેરમાં નિ:શુલ્ક સેનેટાઈઝની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે હાલમાં છેલ્લા ઘણા દિવસોથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કિસાન સેનાની આ કામગીરીને પાટણના લોકો બિરદાવી રહ્યા છે.