પાટણ: રોટરી ક્લબ ઓફ પાટણને ડિઝાસ્ટર રિફિલિંગ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેના દ્વારા પાટણ રોટરી ક્લબે 600 પીપીઈ કીટસ ખરીદીને સોમવારે પાટણના ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડૉક્ટરોને અર્પણ કરી હતી.
રોટરી ક્લબ પાટણ દ્વારા ડૉક્ટરોને 600 પીપીઈ કીટનું વિતરણ - corona warriers of patan
રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા સોમવારે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન પાટણ શાખાના તબીબોની સુરક્ષા માટે 600 પીપીઈ કીટ્સનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ઈન્ડીયન મેડીકલ એસોસિએશન સાથે સંકળાયેલા પાટણના ડૉક્ટરોને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં આ પીપીઈ કીટ ઉપયોગી બની રહેશે.
રોટરી ક્લબ પાટણ દ્વારા ડૉક્ટરોને 600 પીપીઈ કીટનું વિતરણ
આ પીપીઈ કીટસ પાટણ આઇ.એમ.એના ડોક્ટરો તથા તેમનો સ્ટાફ કે જે હાલમાં કોરોનાની મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યો છે તેમના માટે ખાસ ઉપયોગી બની રહેશે. ઈન્ડીયન મેડીકલ એસોસિએશન પાટણ શાખાના પ્રમુખ નિખિલ ખમારે રોટરી ક્લબ ઓફ પાટણની ડૉક્ટરો પ્રત્યેની આ સેવાની ભાવનાને બિરદાવી હતી.