ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ધન્વંતરી મહોલ્લા ક્લિનિકો શરૂ કરાયાં - પાટણના તાજા સમાચાર

પાટણ શહેરમાં વર્તમાન કોરોનાકાળમાં લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવાય અને સમયસર દર્દીનું નિદાન કરી તેમને યોગ્ય સારવાર ઘર આંગણે મળી રહે તેવા હેતુથી પાટણના તમામ 10 વોર્ડમાં ધન્વંતરી ક્લિનિકોનો નવો પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે.

પાટણમાં ધન્વંતરી મહોલ્લા ક્લિનિકો શરૂ કરાયાં
પાટણમાં ધન્વંતરી મહોલ્લા ક્લિનિકો શરૂ કરાયાં

By

Published : May 14, 2021, 3:47 PM IST

  • કોરોના સંક્રમણને નાથવા આરોગ્ય વિભાગ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
  • શહેરના તમામ વોર્ડમાં ધન્વંતરી ક્લિનિકો કર્યાં શરૂ
  • નગરજનો આ ક્લિનિકમાં પોતાની પ્રાથમિક તપાસ કરાવી શકશે
  • તમામ ક્લિનિકો પર જરૂરી દવાનો સ્ટોક ઉપલબ્ધ
    પાટણમાં ધન્વંતરી મહોલ્લા ક્લિનિકો શરૂ કરાયાં

પાટણઃ શહેરમાં કોરોના સંક્રમણ નાથવા માટે આરોગ્યતંત્ર દ્વારા ગત ઘણા સમયથી શહેરના દરેક વોર્ડમાં હરતી-ફરતી ધન્વંતરી રથ સેવા શરૂ કરીને રસીકરણ, ટેસ્ટ, સર્વેલન્સ પ્રાથમિક સારવાર સહિતની અનેક તબીબી સેવાઓ શરૂ કરી હતી. જેમાં ફેરફાર કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં 10 ધન્વંતરી મહોલ્લા ક્લિનિકો શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે પ્રાંત અધિકારી સ્વપ્નીલ ખરેએ જણાવ્યું હતું કે, આ ક્લિનિકોમાં મેડિકલ ઓફિસરો અન્ય પેરામેડિકલ સ્ટાફની ટીમોને નિયુક્તિ કરાયા છે. આ ક્લિનિકમાં કોઈ પણ વ્યક્તિ પોતાની તમામ બીમારીઓનો ઇલાજ કરાવી શકશે. તેમને તપાસીને જરૂરી દવાઓ અપાશે અને જરૂર પડે આગળ સારવાર માટે મોકલવામાં આવશે. અત્યાર સુધી આ કામગીરી હરતી ફરતી ગાડીઓ સ્વરૂપે ઉપલબ્ધ હતી, પરંતુ હવે આ સેવાઓને સ્થાયી સ્વરૂપ આપીને તેમને જગ્યાઓ ફાળવી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં રિક્ષામાં આવેલા દર્દીને પ્રવેશ ન અપાતા ચાલકે બેરિકેડ પર રિક્ષા ચઢાવી

વિવિધ બિમારીઓની થશે તપાસ

આ ક્લિનિકમાં લોકો ડાયાબિટીસ, બ્લડપ્રેશર ઓક્સિજન, સામાન્ય તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીઓની તપાસ કરાવી શકશે.

ABOUT THE AUTHOR

...view details