- પાટણમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ છતાં બજારોમાં ભીડ
- શહેરના બજારોમાં જોવા મળી રહી છે લોકોની ભીડ
- ક્યાંક માસ્ક વગર તો ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
પાટણઃ કોરોનાના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમ છતાં શહેરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. આરોગ્ય તંત્ર તેમજ પોલીસ વિભાગ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવાની કામગીરી કરી રહી છે. તેમ છતાં શહેરના બજારોમાં ભીડ ઉમટી રહી છે. હાલમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો દસ દિવસમાં એક હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. શહેરમાં કોરોનાને લઇ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે રાત્રી કરફ્યૂ અને બપોર બાદ દુકાનો પણ બંધ રાખવામાં આવી રહી છે. જોકે સવારથી બપોર સુધી શહેરમાં ભીડ ના દ્રશ્યો ચિંતામાં વધારો કરી રહ્યા છે.
આ પણ વાંચોઃપાટણમાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા, કુલ સંખ્યા 210 થઇ