ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ સંક્રમણની સ્થિતિ જાણવા તેમજ ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને મૂંઝવતા આરોગ્યલક્ષી પ્રશ્નોના ઉકેલ માટે પાટણ કલેક્ટર કચેરી ખાતે કોવિડ કેર કોલ સેન્ટર શરૂ (Covid Care Center in Patan) કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ કોવિડ કેર કોલ સેન્ટરની (Covid Call Care Center at Patan Collectorate) મુલાકાત લઈ તેની કામગીરી નિહાળવા સાથે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
કોરોનાની ગાઈડ પાલન કરવામાં સુચન કરવામાં આવે છે
કલેક્ટર કચેરીની (Patan Collectorate) ડિઝાસ્ટર શાખા ખાતે શરૂ કરવામાં આવેલા કોવિડ કોલ સેન્ટર પરથી જિલ્લાના તમામ ગામોમાં કોવિડના કેસની સ્થિતિ જાણવા ગામના સરપંચોને ફોન કરવામાં આવે છે. સાથે જ ગામમાં બહારગામ કે શહેરમાંથી આવતા લોકોની આરોગ્ય વિભાગને જાણ કરવા જણાવવામાં આવે છે. ગ્રામ્યજનો માસ્કનો ઉપયોગ કરે અને સલામત અંતર જાળવે તેવી વ્યવસ્થા ગોઠવવા તેમજ લગ્ન અને મૃત્યુ જેવા સામાજીક પ્રસંગોએ પણ રાજ્ય સરકારની જોગવાઈઓનું સુચારૂ પાલન (Corona Guide Line in Patan) કરે તેવા પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી રહી છે.
ગામડાઓના સરંપચોને અપીલ કરવામાં આવી રહી છે
આ ઉપરાંત ગામના કોઈપણ નાગરિકને શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણો જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્ર (Patan Health Center) ખાતે તપાસ કરાવી દવાઓ, કોવિડ ટેસ્ટ,અથવા કોઈ સંક્રમિત થાય તો ઘરમાં જુદા જ રહે અને આરોગ્ય વિભાગની સુચનાનું પાલન કરે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે સરપંચોને અપીલ કરવામાં આવી રહી છે. ઉપરાંત ગામમાં જ્યારે આરોગ્ય વિભાગની ટીમ હાઉસ-ટુ-હાઉસ સરવે કરવા આવે ત્યારે ગ્રામજનો તરફથી સહકાર મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.