પાટણ યુનિવર્સિટીથી કોવિડ 19 લોકજાગૃતિ વિજય રથને રજિસ્ટ્રારે પ્રસ્થાન કરાવ્યો - કોવિડ 19 વિજય રથ
કોવિડ 19 અંગે લોકજાગૃતિ આવે તે હેતુથી રાજ્યભરમાં કોવિડ 19 વિજય રથ દ્વારા કોરોના વાઇરસ સામે સાવચેતી અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનના રથને પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના રજિસ્ટ્રારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો હતો.
વિજય રથ
પાટણ : કોરોના વાઇરસ સામે લડવા સાવચેતી અને સલામતી જ સૌથી મોટો ઉપાય છે, ત્યારે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રાદેશિક લોક સંપર્ક કરો ઇન્ફોર્મેશન અને યુનિસેફ દ્વારા રાજ્યભરમાં વિજય થકી લોક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાત ઝોનના રથને પાટણ યુનિવર્સિટી પરિસરથી રજીસ્ટાર ડો. ડી.એમ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો હતો કોરોનાને હરાવવાનો એકમાત્ર ઉપાય સાવચેતી અને લોક જાગૃતતા છે.