ગુજરાત

gujarat

ETV Bharat / state

Accident in Patan : રોડા ગામે ડમ્પરની ટક્કરે દંપતીનું મોત - Accident in Patan

પાટણ જિલ્લાના હારીજ-થરા રોડ ઉપર રોડા ગામ નજીક શુક્રવારે સવારના સમયે રસ્તા પરથી ચાલીને પસાર થઈ રહેલા દંપતીને પાછળથી આવતા ડમ્પર (Dumper) ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ થવાના કારણે દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે ડમ્પર ચાલક પોતાનું ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.

Accident in Roda village
Accident in Roda village

By

Published : Jun 25, 2021, 6:34 PM IST

  • રોડા ગામ નજીક અકસ્માત સર્જાયો
  • પગપાળા ચાલીને જતા દંપતિને ડમ્પરે ટક્કર મારી
  • દંપતિનું ઘટના સ્થળે જ મોત

પાટણ : જિલ્લાના હાઈવે માર્ગો ઉપર છાશવારે અકસ્માતો (Accidents)ની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. જેમાં ઘણા વ્યક્તિઓના મોત પણ થાય છે, ત્યારે હારીજ તાલુકાના રોડા ગામે શુક્રવારે અકસ્માત (Accident)ની ગોઝારી ઘટના બની હતી. જેમાં કાળમુખા ડમ્પરે (Dumper) પતિ-પત્નીનો ભોગ લીધો હતો.

રોડા ગામે ડમ્પરની ટક્કરે દંપતીનું મોત

આ પણ વાંચો : નડિયાદ નજીક ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત, 3ના મોત, 5ઇજાગ્રસ્ત

ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો

હારીજ તાલુકાના રોડા ગામે રહેતા અને ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા લક્ષ્મણજી શંકરજી ઠાકોર અને તેમની પત્ની જ્યોત્સના શુક્રવારે સવારે ખેતીનું કામ પતાવીને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા તે સમયે હારીજ તરફથી આવતા ડમ્પર (Dumper)ના ચાલકે પોતાનું ડમ્પર (Dumper) ગફલત ભરી રીતે હંકારી રસ્તે ચાલી રહેલા દંપતીને પાછળથી ટક્કર બન્ને પતિ-પત્ની રોડ ઉપર ફંગોળાઈ નીચે પડતાં ડમ્પર તેમના ઉપરથી ફરી વળતાં ઘટના સ્થળે જ બન્નેના મોત થયા હતા. આ બનાવને પગલે ડમ્પર (Dumper) ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો. ગામમાં બનેલી ગોઝારી ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

રોડા ગામે ડમ્પરની ટક્કરે દંપતીનું મોત

આ પણ વાંચો : Accident In Deesa : Elevated bridge પર ટ્રેલરે Laborersને અડફેટે લેતા 1નું મોત, 5 ઇજાગ્રસ્ત

મૃતકના ભાઈએ હારીજ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

રોડા ગામે ડમ્પર (Dumper) ચાલકની બેદરકારી (Driver negligence) ને કારણે દંપતીનું મોત થયું છે. જેને પગલે મૃતકના ભાઈ દશરથજી સવસીજી ઠાકોરે હારીજ પોલીસ મથકે ડમ્પર (Dumper) ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details