પાટણ: પાટણ (Corona In Patan) શહેર સહિત જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં (Third Wave Of Corona) દિવસે દિવસે સંક્રમણમાં સતત વધારો થતાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે.
આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઈ
પાટણ (Corona In Patan) શહેરમાં શનિવારે વધુ 236 નવા કેસ સામે આવતાં આરોગ્ય વિભાગની (Department of Health) ઉંઘ ઉડી ગઈ છે. નોંધાયેલા નવા કેસોમાં પાટણ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જ એકી સાથે 97 કેસ પોઝિટિવ આવતા શહેરીજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે
પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 129 કોરોના પોઝિટિવ નોંધાયા
પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 32 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે આમ શનિવારે એક જ દિવસમાં પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ 129 કોરોના પોઝિટિવ નોંધાયા છે.