ગુજરાત

gujarat

ETV Bharat / state

Controversial statement of Vipul Choudhary : દારુ માટે વિપુલ ચૌધરીનું 'ડિસ્ટ્રીબ્યુટર આપવા' નું નિવેદન!

પાટણમાં અર્બુદા સેનાની (Patan Arbuda sena ) જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી.જેમાં વિપુલ ચૌધરીએ ગુજરાતમાં સર્જાયેલ બોટાદ લઠ્ઠાકાંડ ( Botad Lattha kand ) મામલે રાજ્યમાં દારૂ પણ ગુણવત્તાયુક્ત વેચાય તે માટે એજન્સીઓ નિમવી જોઈએ તેવું વિવાદિત નિવેદન (Controversial statement of Vipul Choudhary ) આપતા રાજકારણ ગરમાયું છે.

Controversial statement of Vipul Choudhary : દારુ માટે વિપુલ ચૌધરીનું 'ડિસ્ટ્રીબ્યુટર આપવા' નું નિવેદન!
Controversial statement of Vipul Choudhary : દારુ માટે વિપુલ ચૌધરીનું 'ડિસ્ટ્રીબ્યુટર આપવા' નું નિવેદન!

By

Published : Jul 27, 2022, 8:41 PM IST

પાટણઃ સમગ્ર રાજ્યમાં બોટાદ લઠ્ઠાકાંડ ( Botad Lattha kand )બાદ ગૃહવિભાગ હરકતમાં છે. ત્યારે પાટણથી વિપુલ ચૌધરીએ વિવાદી નિવેદન (Controversial statement of Vipul Choudhary )આપ્યું છે. ગુજરાતમાં દારુબંધી છે તે વાત ભૂલી ગયાં હોય એમ તેમણે કહ્યું હતું કે રાજ્યમાં દારૂ પણ ગુણવત્તાયુક્ત વેચાય તે માટે એજન્સીઓ નિમવી જોઈએ.

દારૂ પણ ગુણવત્તાયુક્ત વેચાય તે માટે એજન્સીઓ નિમવી જોઈએ : વિપુલ ચૌધરી

આ પણ વાંચોઃ Latthakand Case in Gujarat : લઠ્ઠાકાંડ બાદ બુટલેગરો ભૂગર્ભમાં ઉતર્યા કે ઉતારી દેવાયા ?

બેઠક દરમિયાન આપ્યું નિવેદન-પાટણ શહેરના ડીસા રોડ ઉપર આવેલ મેલડી માતાના મંદિર ખાતે પાટણ જિલ્લા અર્બુદા સેનાની પ્રથમ કારોબારી બેઠક (Patan Arbuda sena ) દરમિયાન ગુજરાતમાં તાજેતરમાં સર્જાય બોટાદ લઠ્ઠાકાંડ ( Botad Lattha kand )અંગેનો સવાલ પૂછતા વિપુલ ચૌધરીએ (Controversial statement of Vipul Choudhary )જણાવ્યું હતું કે રાજ્યમાં જેમ સહકારી ક્ષેત્રે લોકોને ગુણવત્તાયુક્ત દૂધ મળે છે તેમ ક્વોલિટીયુક્ત દારૂ મળવો જોઈએ.

આ પણ વાંચોઃ Botad Latthakand Case: મુખ્ય આરોપીની ધરપકડ કરતા ચોંકાવનારી વિગતો આવી સામે

રોજગારીની વાત કરી - તેમણે વધુમાં કહ્યું કે દૂધ માટેની એજન્સીઓ છે તેમ ગુણવત્તાયુક્ત દારૂની પણ એજન્સીઓ હોવી જોઈએ. જેથી આવા બોટાદ લઠ્ઠાકાંડ ( Botad Lattha kand ) ન થાય અને લોકોને રોજગારી પણ મળી રહે. કાયદા બનાવવાથી કશુ થવાનું નથી. દરેક વસ્તુ ગુણવત્તાયુક્ત મળવી જોઈએ તે અતિ આવશ્યક છે. કોઈ મુશ્કેલી હોય તો અમે ડિસ્ટ્રીબ્યુટર આપીશું તેવું વિવાદિત નિવેદન (Controversial statement of Vipul Choudhary ) આપ્યું હતું. લઠ્ઠાકાંડમામલે વિપુલ ચૌધરીએ આપેલા આવા વિવાદિત નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બાઈટ 1 વિપુલ ચૌધરી, સહકારી આગેવાન

ABOUT THE AUTHOR

...view details