- સરસ્વતી સમાલપાટીમા રૂપિયા 100 કરોડના ખર્ચે ડાયનાસોર પાર્ક મ્યુઝિયમ તૈયાર કરાયું
- મ્યુઝિયમમાં નાના અને મોટા કદના ડાયનાસોર જોવા મળશે
- 3d ને બદલે 5d થિયેટર બનાવાયુ
પાટણ: ગુજરાત સરકાર દ્વારા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સમાલપાટી વિસ્તારમાં નિર્માણ કરાયેલા સાયન્સ મ્યુઝિયમ અને ડાયનાસોર પાર્કમાં અલગ અલગ પાંચ ગેલેરીઓ બનાવવામાં આવી છે. જેમાં લેન્ડ ઓફ ડાયનાસોર્સ ગેલેરી,હ્યુમન સાયન્સ ગેલેરી, હાઈડ્રોપોનિક્સ ગેલેરી, નોબલ પ્રાઈઝ ગેલેરી અને ઓપ્ટિક્સ ગેલેરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ માટે 5D થિએટર બનાવવામાં આવ્યું
ડાયનાસોર ગેલેરીને ઇન્ડોર અને આઉટડોર એમ બે ભાગમાં બનાવવામાં આવી છે. જેમાં બહારના ભાગે મેદાનમાં નાનાથી માંડી 70 ફૂટ સુધીના મોટા કદના 10 ડાયનાસોર મુકવામાં આવ્યા છે જેનું જીવંત દર્શન નજીકથી કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા કરાઈ છે આ ઉપરાંત નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા થ્રીડી ને બદલે 5D થિયેટર બનાવવામાં આવ્યું છે.સાયન્સ મ્યુઝિયમ ખાતે હ્યુમન સાયન્સ ગેલેરી તૈયાર કરવામાં આવી છે, જે સાયન્સમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. આ ગેલેરીમાં માનવ અંગોની તમામ જાણકારી અને માનવ શરીરમાં આ અંગો કઈ રીતે કામ કરે છે. તે જીવંત રીતે જોઈ શકાશે તેમજ પૃથ્વી પર જીવનના વિકાસને લગતી રસપ્રદ માહિતીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પાટણમાં 10 એકર જમીનમાં અધ્યતન ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ આ પણ વાંચો : નાસાના જૂનો સ્પેસક્રાફ્ટે મોકલી ગેનીમેડની પ્રથમ છબીઓ
આધુનિક ટેકનોલોજીથી થશે ખેતી
મ્યુઝિયમમાં હાઈડ્રોપોનિક ગેલેરી પણ બનાવવામાં આવી છે. જેમાં આધુનિક ખેતીની જાણકારી ખેડૂતોને મળી રહેશે. માટી અને કેમિકલ વગર પાણીથી જ શાકભાજીની ખેતી કઈ રીતે કરી શકાય તે માટે ટામેટા સહિત વિવિધ શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવશે જેનાથી 90 ટકા પાણી બચાવી શાકભાજી વાવવાની નવી ટેકનોલોજી ખેડૂતોને અહીંથી શીખવા મળશે. શાકભાજીની નવી ટેકનોલોજી સમગ્ર ભારતમાં આજ ગેલેરીમાં જોવા મળશે.
પાટણમાં 10 એકર જમીનમાં અધ્યતન ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ નોબલ પ્રાઈઝ વિજેતાઓની માહિતીનો ભંડાર મૂકવામાં આવશે
રસાયણશાસ્ત્ર ક્ષેત્રે નોબલ પારિતોષિકોને સમર્પિત નોબલ પ્રાઈઝ કેમેસ્ટ્રી ગેલેરી બનાવવામાં આવી છે. જેમાં 1901થી અત્યાર સુધીના નોબલ પ્રાઈઝ વિજેતાઓની માહિતીનો ભંડાર મૂકવામાં આવ્યો છે. જે હાલના રસાયણશાસ્ત્રના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે. પ્રકાશ પાછળનું વિજ્ઞાન અને તેની ક્રિયાપ્રતિક્રિયાઓ અને પ્રકાશ આધારિત વિવિધ ટેલિસ્કોપ સહિતના સાધનોની માહિતી માટે ઓપ્ટિકસ ગેલેરી બનાવાઈ છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના હાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી પ્રકાશ આધારિત અદભુત વિજ્ઞાન વિશે રોમાંચક જાણકારી મેળવી શકશે.
પાટણમાં 10 એકર જમીનમાં અધ્યતન ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ આ પણ વાંચો : માહિતી ટેકનોલોજી મંત્રાલય: વોટ્સએપ નવી ગોપનીયતા નીતિ પાછી ખેંચે
ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર્સ દ્વારા ડિઝાઈન
સમગ્ર મ્યુઝિયમનું કામ કનિસ કંપની અને ડિઝાઇન ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરાઈ છે. ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝિયમમા બગીચો, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાળકોના મનોરંજન માટે ડાયનાસોર રાઈડસ, હોમ થિયેટર, પર્યટકોની સુવિધા માટે કેન્ટિન બેઠક વ્યવસ્થા, રેસ્ટોરન્ટ ભોજનાલય તેમજ પર્યટકોની સુરક્ષાને ધ્યાને રાખીને ફાયર સેફ્ટી સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. વરસાદી પાણીના સંગ્રહ માટે 10 લાખ લીટરની ક્ષમતા વાળો રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપરાંત 100 કે. જી. ની ક્ષમતાવાળો સોલાર પ્લાન્ટ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.