પાટણમાં દેશની આઝાદી પહેલા સ્થપાયેલી બી.ડી.સંચાલિત વિદ્યાલયના 74 વર્ષ પૂર્ણ - gujaratinews
પાટણ: દેશ આઝાદ થયો તેના બે વર્ષ અગાઉ પાટણમાં જેૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. પાટણમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના હેતુસર આ વિદ્યાલયની સ્થાપના કરાઈ હતી. બી.ડી.સંચાલિત વિદ્યાલય સફળતાપૂર્વક 74 વર્ષ પૂર્ણ કરી 75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે શાળા પરિવાર દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
પાટણમાં દેશની આઝાદી પહેલા સ્થપાયેલી બી.ડી.સંચાલિત વિદ્યાલયના 74 વર્ષ પૂર્ણ
આ વિદ્યાલયમાં અત્યારસુધી અભ્યાસ કરી ચુકેલા મોટાભાગના વિદ્યાર્થીઓ આ ઉત્સવમાં ભાગ લેવા માટે પાટણ પહોંચ્યા હતા. શાળાના ભૂતપૂર્વ રહી ચુકેલા અને રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. સાથે જ શાળાના 75માં સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.