ગુજરાત

gujarat

ETV Bharat / state

144ની કલમના ભંગ બદલ કૉંગ્રેસ ધારાસભ્ય સહિત ટોળા સામે ફરિયાદ

રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય કાર્યકરો સાથે ગરીબોને ભોજન વિતરણ કરવા જતા ટોળું એકત્ર થઈ જતા કલમ 144ના ઉલંઘન થઈ જતા આ મામલે ધારાસભ્ય સહિત છ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

By

Published : Apr 8, 2020, 1:30 PM IST

Complaint against the mob of Congress MLAs for violation of Article 144
144ની કલમના ભંગ બદલ કૉંગ્રેસ ધારાસભ્ય સહિત ટોળા સામે ફરિયાદ

રાધનપુરઃ રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રધુભાઇ દેસાઇ ગત રોજ પોતાના કાર્યકરો સાથે રાધનપુરની સુરભી ગૌશાળાની બાજુમાં ભાભર રાધનપુર હાઇવે રોડની સાઈડમાં છાપરા બાંધીને રહેતા ગરીબ પરિવારોને ભોજન વિતરણ કરવા ગયા હતા.

144ની કલમના ભંગ બદલ કૉંગ્રેસ ધારાસભ્ય સહિત ટોળા સામે ફરિયાદ

આ દરમિયાન કાર્યકરો સહિતનું ટોળું એકઠું થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં કલમ 144ના ભંગ બદલ રાધનપુર પીએસઆઇએ ધારાસભ્ય સહિત છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

144ની કલમના ભંગ બદલ કૉંગ્રેસ ધારાસભ્ય સહિત ટોળા સામે ફરિયાદ

ભોજન વિતરણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ લીરેલીરા ઉડતા કોંગ્રેસ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, શહેરના અગ્રણી પ્રતાપ ભાઈ ઠક્કર, પ્રકાશભાઈ દક્ષિણી, પપ્પુભાઈ માનસી, દીપકભાઈ ખમાર, બાબુભાઈ ચૌધરી સહિત અન્યો સામે 188 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details