ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ પ્રદેશ મહાપ્રધાન કે.સી.પટેલના જન્મ દિવસની કરાઈ ઉજવણી - news in patan

પાટણથી રાજકીય અને સામાજિક કારકિર્દીની શરૂઆત કરી ભાજપના અગ્ર હરોળની નેતાગીરીમાં સ્થાન મેળવનાર પ્રદેશ ભાજપના મહાપ્રધાન કે.સી પટેલના 62માં જન્મદિવસની તેમના મિત્ર વર્તુળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી ઉજવણી કરવામાં આવી હતી.

celebration
પાટણ

By

Published : Oct 24, 2020, 10:43 AM IST

  • પાટણમાં કે.સી પટેલના જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવા કાર્યો કરાયા
  • બ્લડ ડોનેશન કેમ્પમાં 50 થી વધુ બ્લડ યુનિટ એકત્ર થયું
  • કલાકારો અને પાલિકાના રોજમદાર કર્મચારીઓને વીમા સુરક્ષા કવચ અપાયું
  • પોસ્ટ મેનોને ટપાલમાં ઉપયોગી થેલાઓ અર્પણ કરવામાં આવ્યા

પાટણ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી રાજકીય કારકિર્દીનો પ્રારંભ કરી જન સંઘમા કાર્યરત રહ્યા બાદ ભાજપમાં જોડાઈ અને હાલમાં પ્રદેશ ભાજપ મહાપ્રધાનના હોદ્દા પર પહોંચેલા કે.સી.પટેલના 62માં જન્મદિવસને યાદગાર રીતે તેમના મિત્ર વર્તુળ અને ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા ઉજવવામાં આવ્યો હતો. જય માં ભારત વિકાસ પરિષદની સિદ્ધ હેમ શાખા દ્વારા 15 દિવસથી ચાલી રહેલા આરોગ્ય કેમ્પના સમાપન કાર્યક્રમમાં પ્રદેશ મહાપ્રધાને કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓનું વિશેષ સન્માન કર્યું હતું.

ભાજપ પ્રદેશ મહાપ્રધાન કે.સી.પટેલના જન્મ દિવસની કરાઈ ઉજવણી

રક્તદાન કેમ્પ યોજાયો, ભાજપના આગેવાનો કાર્યકરોએ કર્યું રક્તદાન

આ ઉપરાંત રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાનો કાર્યકરોએ રક્તદાન કર્યું હતું.આ કેમ્પમાં 50 થી વધુ બ્લડ યુનિટ એકત્ર થયું હતું. બગવાડા દરવાજા નજીક તેઓનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાનો કાર્યકરો અને મિત્ર વર્તુળના લોકોએ કે.સી.પટેલને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. તો કલા સંગીતના કલાકારો તેમજ નગરપાલિકાના રોજમદાર કામદારોને વીમાનું સુરક્ષાકવચ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોસ્ટ મેલોને ટપાલ વ્યવહારમાં ઉપયોગી થઇ શકે તે માટે થેલા અર્પણ કરવામાં આવ્યા હતા.

કે.સી. પટેલના હસ્તે જરૂરિયાત મંદોને રાશન કીટ અપાઈ

શહેરના વોર્ડ નંબર એકમાં આવેલી આંગણવાડી કેન્દ્રમાં કે.સી. પટેલના હસ્તે જરૂરિયાત મંદોને રાસન કીટ બાળકોને પોષણ કીત તેમજ મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી હતી આમ પાટણમાં પ્રદેશ ભાજપ મહામંત્રી ના જન્મદિવસ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી ઉજવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details