ગુજરાત

gujarat

ETV Bharat / state

ધ્યાનચંદની યાદમાં પાટણમાં ઉજવાયો રાષ્ટ્રીય ખેલ દિવસ - etv bharat news

પાટણ: રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગત પાટણ જિલ્લામાં રમત ગમત કચેરી દ્રારા સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ક્લેક્ટર દ્વારા લીલી ઝંડી આપીને દોડને પ્રસ્થાન કરાવી હતી.

ધ્યાનચંદને યાદ કરીને પાટણમાં ઉજવાયો રાષ્ટ્રીય ખેલ દિવસ

By

Published : Aug 29, 2019, 4:18 PM IST

29 ઓગસ્ટ હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ. આઝાદી પહેલા ઓલિમ્પિકમાં એકલા હાથે 3-3 વખત ગોલ્ડ મેડલ અપાવી ધ્યાનચંદે દેશનો ડંકો વગાડ્યો હતો. તેમની અસાધારણ સિધ્ધિને કારણે તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

હિટલર જેવા નેતા પણ ધ્યાનચંદની રમતથી પ્રભાવિત થઈ ગયા હતા. જેને પગલે તેણે નોકરી સહિતની અનેક ઓફરો કરી હતી. પરંતુ ધ્યાનચંદે દેશને વફાદાર રહી હિટલરની ઓફરોને ઠુકરાવી દીધી હતી. ત્યારે આવી મોટી સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર મહાન રમતવીરની યાદમાં દેશ સ્પોર્ટ્સ દિવસ ઉજવી રહ્યું છે.

ધ્યાનચંદને યાદ કરીને પાટણમાં ઉજવાયો રાષ્ટ્રીય ખેલ દિવસ

પાટણ જિલ્લા રમત ગમત કચેરી દ્રારા સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ દોડમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યાર બાદ રમત ગમત સંકુલ ખાતે ફિટ ઈન્ડિયા મુવમેન્ટમાં જોડાવા માટેના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. જેમા જિલ્લા કલેક્ટર સહીતના અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ મુખ્યપ્રધાનનું જીવંત પ્રસારણ નીહાળ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે વિધાર્થીઓને જિવનમાં રમતનું અને હાર્ડ વર્કનું મહત્વ સમજાવ્યું હતું. શારિરીક રીતે સ્વસ્થ રહેવા માટે યોગને પણ પોતાના જીવનમાં ધારણ કરવા માટેની પણ પ્રેરણા આપી હતી. તેમજ સમાજના નિર્માણમાં પણ યોગદાન કરવા માટે વિદ્યાર્થીઓેને અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details