ગુજરાત

gujarat

ETV Bharat / state

લાલ ચટક ગાજરની મીઠાસ સામે ભાવ ફિક્કો લાગતા ખેડૂતોનું સ્મિત ખોવાયું - carrot cultivation in gujarat

પાટણમાં ગાજરના ભાવને લઈને ખેડુતો નારાજ જોવા (Carrot prices in Patan) મળી રહ્યા છે. ગાજરના પુરતા પ્રમાણમાં ભાવ ન મળતા આ વર્ષે ગાજરના ઉત્પાદનમાં ધટાડો જોવા (Patan Vegetable Market) મળ્યો છે. તો બીજી તરફ ખેડુતો હવે ગાજર છોડીને અન્ય ખેતી તરફ વળવાની વાત સામે આવી છે. (Carrot Cultivation in Patan)

લાલ ચટક ગાજરની મીઠાસ સામે ભાવ ફિક્કો લાગતા ખેડૂતોનું સ્મિત ખોવાયું
લાલ ચટક ગાજરની મીઠાસ સામે ભાવ ફિક્કો લાગતા ખેડૂતોનું સ્મિત ખોવાયું

By

Published : Dec 29, 2022, 4:50 PM IST

પાટણમાં યોગ્ય ભાવ ન મળતા ગાજરનું વાવેતર ઓછું

પાટણ : ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પાટણના ગાજર વખણાય છે. પરતું ખેડૂતોને ગાજરમાં પુરતા (Carrot Cultivation in Patan) પ્રમાણમાં ભાવ ન મળવાને કારણે આ વર્ષે ગાજરનું વાવેતર ઓછું થયું છે. તેને લઈને આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. હાલમાં રૂપિયા 160થી 225 રૂપિયા સુધીના ભાવો મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. (Carrot prices in Patan)

પાટણના પ્રખ્યાત ગાજર સમગ્ર ગુજરાત સહિત મુંબઈ અને દિલ્હી સુધી પાટના ગાજરની માંગ રહેતી હતી. તેવા પાટણના લાલ ચટક ગાજરને ચાલુ વર્ષે પોષણક્ષમ ભાવ ખેડૂતોને નથી મળી રહ્યો. જેને લઈ ગાજરની મીઠાસ સામે ભાવ ફિક્કો પડી જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. સામાન્ય રીતે ગાજરનું ઉત્પાદન પાટણના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં થતું હતું અને તેની માંગ પણ ખુબ જ હતી. તો તેની સામે ખેડૂતોને મણનો ભાવ રૂપિયા 400થી 600 મળતો હતો જેનાથી ખેડૂતોના ચહેરા ઉપર સ્મિત જોવા મળતું હતું. (Patan Vegetable Market)

આ પણ વાંચોNational Farmers Day 2022 બમણી આવકની વાત કરતી સરકારના રાજમાં જ ખેડૂતો થયા દેવાદાર

ખેડૂતોને નિરાશા સાંપડી પરતું છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા ન હોવાને કારણે દિવસે દિવસે ગાજરનું વાવેતર ઘટી રહ્યું છે. ચાલુ વર્ષે પણ ગાજરના વાવેતરમાં ઘટાડો થયો છે. જેને કારણે આ વર્ષે પણ (carrot cultivation season) ભાવ ઘટીને માત્ર 160થી 225 રૂપિયા મળતા ખેડૂતોને નિરાશા સાંપડી છે અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પાટણ પંથકમાં ગાજરની આ ખેતીનેજીવંત રાખવા સરકાર દ્વારા અન્ય ખેતી પાકોની જેમ ટેકાના ભાવે ગાજરની ખરીદી કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેવું ખેડૂતોનું માનવું છે. (Carrot Cultivation)

આ પણ વાંચોઅમરેલીના ખેડૂતે અંજીરની ખેતી કરીને અણધારી આવક મેળવી, નવતર પ્રયોગ સફળ

ખેડૂતોને પોષાય તેવા ભાવ એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ ખર્ચાળ ખેતી કર્યા બાદ પણ ખેડૂતોને પોષાય તેવા ભાવ નહીં મળતા. એક સમયે સતત ગાજરની આવકથી ધમધમતું રહેતું પાટણનું શાકમાર્કેટમાં ગાજરની આવક ઘટી છે, ત્યારે ગાજરના ભાવ ઘટવા પાછળનું કારણ વેપારી ગાજરની ગુણવત્તા માની રહ્યા છે. જે ગાજર પહેલા મીઠાશ અને આકર્ષક લાગતું હતું. તે આ વર્ષે નથી આવી રહ્યું તેમ જણાવા મળી રહ્યું છે. તો બીજી તરફ ગાજરની ખેતી કરતા ખેડૂતો હાલ તો યોગ્ય ભાવ ના મળવાના કારણે હવે અન્ય ખેતી તરફ વાળવાની વાત કરી રહ્યા છે. જો એવું થશે તો પાટણના લાલ ચટક ગાજર તેની ઓળખ અને પ્રસિદ્ધિ ખોઈ બેસશે. (carrot cultivation in gujarat)

ABOUT THE AUTHOR

...view details