પાટણ જીલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ ખાતે સામાન્ય સભાની બેઠક પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. પહેલા આ બેઠક 10મી જૂનના રોજ મળી હતી. જેમા અંદાજ પત્ર રજુ કરવામાં આવ્યુ હતું. પણ આ બજેટમાં સિંચાઈ, ખેતી માટે ફાળવેલી રકમ ઓછી હોવાને કારણે વિપક્ષે વાંધો ઉઠાવતા આ બજેટ ના મંજુર થયું હતું. આ સમગ્ર મામલો વિકાસ કમિશ્નર ગાંધીનગર ખાતે પહોંચ્યો હતો. જીલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠકમાં સુધારેલુ બજેટ રજુ કરતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.
પાટણ જીલ્લા પંચાયતનું બજેટ સર્વાનુ મતે મંજુર - પાટણ
પાટણ: જીલ્લા પંચાયત ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2019-20નું અંદાજ પત્ર વિપક્ષના હોબાળા વચ્ચે રૂપિયા 237.86 કરોડની પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
etv bharat patan
ત્યારબાદ પ્રમુખે વિપક્ષનો વાંધો ઠરાવ રૂપે લેતા જીલ્લા પંચાયતનું વર્ષ 2019 -20નું 569 કરોડનું અંદાજ પત્ર સર્વાનુમતે મંજુર કરવામા આવ્યું હતું. જીલ્લા પંચાયતના સુધારેલ બજેટમાં સ્વભંડ઼ોરની ગ્રાંન્ટમાંથી વિવિધ તાલુકાઓના વિકાસના કામો માટે 358 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. સિંચાઈ, પશુપાલન, ખેતી માટે 6 લાખની રકમ કરવામા આવી છે.