પાટણ: પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં (third wave of corona In Patan) ઉતરાયણ બાદ સંક્રમણ સતત વધતાં કોરોનાના કેસ આંક ઉપર આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે વધુ 217 નવા કેસ સામે આવતાં જિલ્લાવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે અને આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઇ છે.
પાટણ અલગ અલગ વિસ્તારોમાં 90 કેસ પોઝિટિવ
પાટણ શહેરના (Corona In Patan) અલગ અલગ વિસ્તારોમાં થી જ એકી સાથે 90 કેસ પોઝિટિવ આવતા શહેરીજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 20 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે આમ શુક્રવારે એક જ દિવસમાં પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ 110 કોરોના પોઝિટિવ નોંધાયા હતા.
234 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા