ભારત એ વિવિધતામાં એકતા ધરાવતું એક માત્ર વિશ્વમાં સર્વ શ્રેષ્ઠ રાષ્ટ્ર છે, જેમાં અનેક ધર્મ જ્ઞાતિ જાતિના લોકો રહે છે. સેવા કાર્યનું આજે વિસનગર શહેરમાં આયોજન કરાતા તબીબોએ પોતે પણ રક્તદાન કર્યું છે.
વિસનગર ખાતે એક જ દિવસે 2 સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા - PTN
મહેસાણાઃ વિસનગર ખાતે એક જ દિવસે 2 સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા. એક સ્થળે ડોક્ટરોએ તો બીજા સ્થળે સામાજિક લોકોએ રક્તદાન કર્યુ હતુ. વિસનગરના IMA એસોસિએશન દ્વારા પ્રતિ વર્ષે રક્ત દાન યોજવામાં આવે છે.
વિસનગર ખાતે એક જ દિવસે 2 સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા
બીજી તરફ વિસનગર બ્લડ બેન્ક ખાતે માથુર વૈશ્ય ગુપ્તા સમાજ દ્વારા પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુપ્તા સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી રક્તદાન શિબિરમાં લગભગ 100 યુનિટ રક્તદાન કરી માનવતાનો ધર્મ નિભાવ્યો હતો. આમ આજે વિસનગરના આંગણે 2 વિવિધ રક્તદાન શિબિરમાં કુલ 400 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું છે.