પાટણ: ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. પાટણમાં સી. આર. પાટીલે વીર મેઘમાયા મંદિરે આરતી કરી હતી. જે બાદ તેમણે નગરદેવી શ્રી કાલિકા માતાના મંદિરે પુજા-અર્ચના કરી દર્શન કર્યા હતા.
સી આર પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રદેશ સી. આર. પાટીલે શુક્રવારે સવારે પાટણ શહેરમાં સૌથી ઊંચી જગ્યાએ આવેલ વીર માયા ટેકરી સ્થિત મેઘમાયા મંદિરે વીરમાયા દેવની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસર ખાતે તેમનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સી આર પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે - સી. આર. પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે
- ભાજપ પ્રદેશ પ્રમુખે પાટણના નગરદેવી અને વીર મેઘમાયાના કર્યા દર્શન
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું ફુલહાર, સાલ, પાઘડી અને તલવાર આપી ઢોલ-નગારા સાથે સ્વાગત કરાયું
વીરમાયા સ્મારક સમિતિ, જિલ્લા ભાજપ મોરચો, વીર મેઘમાયા ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ અને વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સી. આર. પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાટણ શહેરના પટોળા હાઉસ પાસે વોર્ડ નંબર 1ના ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા ફુલહાર સાલ પાઘડી અને તલવાર આપી ઢોલ-નગારા સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું સન્માન કરવામાં આવ્યું હતું.
સી આર પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે સી. આર. પાટીલ પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતાજીની પૂજા-અર્ચના કરી દર્શન કર્યા હતા. જે બાદ તેઓ વિશાળ ગાડીઓના કાફલા સાથે ઊંઝા જવા રવાના થયા હતા.
સી આર પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસટન્સનો અભાવ જોવા મળ્યો હતો.