ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

પાટણ નગરપાલિકાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો દ્વારા સભાઓ અને કાર્યાલયના ઉદ્ઘાટન કરવાનું પૂરજોશમાં ચાલી રહ્યું છે. પાટણમાં પણ ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ત્યારે વોર્ડ નંબર-1ના ભાજપના ઉમેદવારો વિધિવત રીતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખૂલ્લું મૂકી વિકાસના મુદ્દાને લઈ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

By

Published : Feb 22, 2021, 7:18 PM IST

પાટણમાં કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ
પાટણમાં કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

  • વોર્ડ નંબર- 1માં ભાજપના ઉમેદવારોનો જોરશોરથી પ્રચાર
  • ભાજપના ઉમેદવારો વિકાસના મુદ્દાને લઇ કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર
  • મતદારો પણ ઉમેદવારોને આપી રહ્યા છે પ્રતિસાદ

પાટણઃ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપના ઉમેદવારે વોર્ડ નંબર-1માં ચૂંટણી કાર્યાલયના પ્રારંભ સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.

ભાજપના ઉમેદવારો વિકાસના મુદ્દાને લઇ કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર

વોર્ડ નંબર-1માં પુનરાવર્તન થાય છે કે પરિવર્તન તેના પર સૌની નજર

વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારો ચંદ્રિકા રાવળ, મંજુલા ઠાકોર અને મનોજ પટેલે પોતાના મત વિસ્તાર સલવિવાડા ચોક ખાતે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરની ઉપસ્થિતિમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યલય ખૂલ્લું મૂક્યું હતું. વિસ્તારના વિકાસ કામોને આગળ ધપાવવવા વિકાસના મુદ્દાને લઈને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. વોર્ડ નંબર એકમાં ભાજપમાંથી છેલ્લા દસ વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવતા મનોજ ખોડીદાસ પટેલને આ વખતે પણ પક્ષ દ્વારા ટિકિટ અપાતા તેઓ પોતાની પેનલના ઉમેદવારો સાથે આ વિસ્તારના લોકોનો ઘરે ઘરે જઈ સંપર્ક કરી રહ્યા છે.

વોર્ડ નંબર- 1માં ભાજપના ઉમેદવારોનો જોરશોરથી પ્રચાર

ABOUT THE AUTHOR

...view details