બહુજન ક્રાંતિ મોરચાએ ચૂંટણી આયોગના કાયદાની હોળી કરી સૂત્રોચાર કર્યા - gujaratinews
પાટણ: ભારત સરકારના ચૂંટણી આયોગ દ્વારા લાગુ કરાયેલા કાયદાના વિરોધમાં બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરોએ બગવાડા ચોક ખાતે એકઠા થઇ ચૂંટણી આયોગના કાયદાની હોળી કરી હતી. તો સાથે જ ચૂંટણી આયોગ સામે સૂત્રોચાર પણ કર્યા હતા.
ભારત સરકારના ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં 56-C, 56-D અને 49-Mનો કાયદો અમલી કરાયો છે, જેને લઈને દેશમાં આ કાયદાનો વિરોધ વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીના મતદાનમાં EVM અને VVPATમાં મતદાન કર્યા બાદ તેમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. તો મતદાન ગણતરીમાં પણ માત્ર પાંચ જેટલા જ VVPATની ગણતરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું .જેના વિરોધમાં પાટણ જિલ્લા બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરોએ બગવાડા દરવાજા ખાતે એકત્ર થઈ ચૂંટણી પંચ સામે સૂત્રોચારો કરી દેખાવો કર્યો હતો. તો આ સાથે જ ચૂંટણી આયોગના કાયદાની હોળી પણ કરી હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાયદો પરત નહીં ખેંચાય તો સમગ્ર દેશમાં આગામી દિવસોમાં ભારત બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.