પાટણ : કોરોના મહામારી અંગે લોકો વધુ જાગૃત બને તે માટે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કોવિડ વિજયરથ પરિભ્રમણ કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે આ રથોએ જિલ્લાના સમી, હારીજ શહેર અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી લોકોને કોરોના અંગે જાગૃતિ સંદેશ ફેલાવ્યો હતો. આ સાથે કોવિડ વિજયરથ દ્વારા આયુર્વેદિક ઉકાળા અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ વિજયરથ દ્વારા જાગૃતિ અભિયાન - કઠીવાડા
સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કોવિડ વિજયરથ પરિભ્રમણ કરાવી કોરોના સંક્રમણ અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે આ રથોએ જિલ્લાના સમી, હારીજ શહેર અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી લોકોને કોરોના અંગે જાગૃતિ સંદેશ ફેલાવ્યો હતો.
કોવિડ વિજય રથ સમી, ખાતેથી મામલતદાર ડી. એમ. પરમાર તથા અગ્રણી મહાનુભાવોએ લીલી ઝંડી આપી કોવિડ વિજયરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. સમી તથા હારીજ શહેરના વિસ્તારો જેવા કે, સેવા સદન, વોરા વાસ, વણકર વાસ, જૂનું બસ સ્ટેન્ડ, દેવીપૂજક વાસ, APMC, સોમનાથ સોસાયટી, ઈન્દિરા નગર જેવા શહેરી તેમજ જીલવાણા, કઠીવાડા, સરવાલ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં હોમિયોપેથીક દવા તેમજ માસ્ક વિતરણ સાથે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોવિડ વિજયરથ સાથે રહેલા કલાકારોએ લોકો સમજી શકે તેવી સરળ અને હળવી શૈલીમાં કલાના માધ્યમથી વિવિધ સંદેશા લોકો સુધી પહોંચાડ્યો હતો. કોરોના વાઇરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયએ પ્રમાણિત કરેલી આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.