ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં Diwali પર્વને લઇ માટીના અવનવા કોડિયા વેચાણ માટે બજારોમાં મૂકાયા - Clay Work

પરંપરાગત રીતે માટીકામ સાથે સંકળાયેલ પાટણના ઓતિયા પરિવાર દ્વારા આ વખતે દિવાળીના (Diwali) તહેવારને અનુલક્ષીને વિવિધ કોડિયા, દીવા અને ઘર સજાવટની અવનવી આઈટમો  વેચાણ માટે બજારમાં મૂકવામાં આવી છે. 2 રૂપિયાથી માંડી 50 રૂપિયા સુધીના કોડિયા અને 500 રૂપિયા સુધીના માટીના અવનવા ઝુમ્મર આ વખતે વિશેષ આકર્ષણ બની રહ્યાં છે.

પાટણમાં Diwali પર્વને લઇ માટીના અવનવા કોડિયા વેચાણ માટે બજારોમાં મૂકાયા
પાટણમાં Diwali પર્વને લઇ માટીના અવનવા કોડિયા વેચાણ માટે બજારોમાં મૂકાયા

By

Published : Oct 23, 2021, 8:41 PM IST

● કોડિયા એ દિવાળી પર્વની શોભા છે
● 2 રૂપિયાથી માંડી 50 રૂપિયા સુધીના કોડિયા બજારોમાં ઉપલબ્ધ
● ઘર સજાવટ માટેના અવનવા માટીના ઝુમ્મરો આકર્ષણ જમાવી રહ્યાં છે
● આગામી દિવસોમાં ઘરાગી ખુલવાની વેપારીઓને આશા

પાટણઃ દિવાળી (Diwali)એ પ્રકાશ પર્વ છે જેમાં પ્રકાશ પાથરતા માટીના કોડિયા અને દીવાનું વિશેષ મહત્વ રહેલું છે લોકો પોતાના ઘરના આંગણામાં દીવા પ્રગટાવી પ્રકાશના પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે પાટણ શહેરમાં માટી કામ સાથે સંકળાયેલા ઓતિયા પરિવાર આજે પણ માટીના વાસણો, મૂર્તિઓ અને વિવિધ તહેવારોને અનુલક્ષી માટીની અલગ અલગ વેરાયટીઓ બનાવી પરંપરાગત વ્યવસાયને જીવંત રાખ્યો છે.

કોડિયાઓની અપાર વિવિધતા

દિવાળીના (Diwali) તહેવારોની શોભા ગણાતા કોડિયા વિશેષ આકર્ષણ ધરાવતાં હોય છે વિવિધ પ્રકારના 50 જેટલા કોડિયા,15 પ્રકારના ઘંટડીવાળા ઝુમ્મર, તુલસી ક્યારો, જાદુઈ દીવો, હાથી પર દીવા, માટીના ફાનસ જેવી અવનવી આઈટમો માટીમાંથી બનાવવામાં આવી છે. છેલ્લાં બે વર્ષમાં કોરોનાને કારણે માટીકામના ધંધાને પણ અસર પહોંચી હતી પરંતુ આ વખતે ઘરાગી ખૂલવાની આશા છે.

ઘર સજાવટ અને દીવા માટે માટીકામની વિવિધ આઇટમો પાટણના બજારમાં જોવા મળી રહી છે

માટીની આઈટમો ટકાઉ

ચાઈનીઝ આઈટમ સામે માટીમાંથી બનાવેલી આઈટમો ટકાઉ હોય છે અને વધુ ચાલતી હોય છે તેમજ માટીની આઈટમો સાથે લોકોની ધાર્મિક ભાવનાઓ જોડાયેલી હોવાને કારણે તહેવારોમાં લોકો માટીના કોડિયાની ખરીદી કરે છે. દિવાળીના (Diwali) તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પાટણની બજારોમાં અલગ-અલગ આકારના રંગબેરંગી માટીના કોડીયા અને ઘર સજાવટના ઝુમ્મર વેેચાણ અર્થે જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચોઃ નડિયાદના દિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલા ડિઝાઈનર દીવડાની નોંધ લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડે લીધી

આ પણ વાંચોઃ આ દિવાળીએ મીઠાઈ માર્કેટમાં Immunity Booster Sweets ની માગ

ABOUT THE AUTHOR

...view details