ગુજરાત

gujarat

ETV Bharat / state

વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં અર્બુદા સેના અને ચૌધરી સમાજની રેલી

ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન અને અર્બુદા (Former Home Minister of Gujarat) ગત મોડી રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વિરોધમાં આજે પાટણમાં અર્બુદા સેનાએ રેલી યોજી હતી. આ રેલીમાં પાટણમાં અર્બુદા સેના અને ચૌધરી સમાજના આગેવાનો (Arbuda Sena and Chaudhary Samaj Leaders) મોટી સંખ્યામાં એકત્ર થઈ સરકાર વિરોધી સુત્રોચ્ચારો કરી તાત્કાલિક અસરથી જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી.

વિપુલ ચૌધરીની ધરપકડની મુક્તિ માટે અર્બુદા સેના અને ચૌધરી સમાજના આગેવાનોએ રેલી કાઢી કરી માંગ
વિપુલ ચૌધરીની ધરપકડની મુક્તિ માટે અર્બુદા સેના અને ચૌધરી સમાજના આગેવાનોએ રેલી કાઢી કરી માંગ

By

Published : Sep 15, 2022, 10:13 PM IST

પાટણવિપુલ ચૌધરીની પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડના વિરોધમાં આજે પાટણમાં અર્બુદા સેનાએ રેલી યોજી (Arbuda Sena held a rally Patan) હતી. આ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિપુલ ચૌધરીને મુક્ત કરવા માટેની માંગ કરી હતી. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) વિપુલ ચૌધરીના આદેશ મુજબ કામ કરવામાં આવશે. તેવી ચીમકી પણ અર્બુદા સેનાના આગેવાનોએ આપી હતી.

પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવતા સમગ્ર ચૌધરી સમાજ અને અર્બુદા સેનાના આગેવાનો કાર્યકરોમાં સરકારની આ તાનાશાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે

ચૌધરી સમાજ અને અર્બુદા સેનાના આગેવાનોમાં રોષગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ગત મોડી રાત્રે પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર ચૌધરી સમાજ અને અર્બુદા સેનાના આગેવાનો કાર્યકરોમાં સરકારની આ તાનાશાહી સામે ભારે રોષ (Resentment Arbuda Sena and Chaudhary Samaj) જોવા મળ્યો હતો.

ર્બુદા સેનાના કાર્યકરોએ રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચારો પોકાર્યા

વિપુલ ચૌધરીને જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગવિપુલ ચૌધરીના સમર્થનમાં આજે પાટણમાં અર્બુદા સેના અનેચૌધરી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી યોજી હતી. સરકાર વિરોધી સુત્રોચ્ચારો પોકારી દેખાવ કર્યો હતો. જિલ્લા કલેકટરને (Patan District Collector ) આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા કોઈપણ જાતની નોટિસ કે વોરંટ વગર વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. તે માટે તેઓને તાત્કાલિક અસરથી જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી.

પાટણમાં અર્બુદા સેનાએ જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર

વિપુલ ચૌધરીના આદેશ મુજબ ચૂંટણીમાં ચૌધરી સમાજ વલણ અપનાવશેચૌધરી સમાજના આગેવાન અને પાટણ જિલ્લા અર્બુદા સેનાના પ્રમુખ (Patan District Arbuda Sena Chief ) શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખોટી તાનાશાહી કરી વિપુલ ચૌધરીની કાયદાકીય પદ્ધતિ વગર ધરપકડ કરવામાં આવી છે. જેનો ચૌધરી સમાજમાં ભારે રોષ છે. વિપુલ ચૌધરીને જ્યાં સુધી જેલ મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી અર્બુદા સેના અને ચૌધરી સમાજ દ્વારા ગાંધીના ચીંધ્યા માર્ગે કાર્યક્રમો કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિપુલ ચૌધરીના આદેશ મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચૌધરી સમાજ વલણ અપનાવશે

ABOUT THE AUTHOR

...view details